Aapnu Gujarat
ગુજરાત

નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસટીનો પાસ ઓનલાઇન મળશે

રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની અંદરથી શાળા અને કોલેજના અભ્યાસ માટે જતા હોય તેના પરિવહન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોની અંદરથી વિદ્યાર્થીઓને પાસ કાઢી આપતા હોય છે અને તે માટેની જે વ્યવસ્થા છે તે ફિઝિકલ રાખવામાં આવતી હોય છે.
ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં આ રીતે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.
આ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.
આ અંગે માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે ૧૨ જૂનના રોજ કન્યા કેળવણી ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે મુસાફરી કરી સ્કૂલો અને કોલેજો જવા માગતા હોય તે માટે ઈ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈ-પાસની સિસ્ટમે બે વિભાગને તાલમેલ સાધવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓન લાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. ૧૦ લાખથી વધુ લોકોને આ સિસ્ટમનો લાભ મળશે. આવનારા દિવસોમાં આઇટીઆઇ અને કોલેજના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે.

Related posts

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઈએલર્ટ ઉપર

aapnugujarat

ધોતિયાકાંડમાં પ્રવિણ તોગડિયા સહિતના ૩૯ આરોપીને કોર્ટે નિર્દોષ છોડયા

aapnugujarat

બિટકોઇન : સીઆઇડી ક્રાઇમ વડા તેમજ ડીજીપીને બોલાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1