Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ૨૩ માર્ચથી આંદોલન કરશે અન્ના, કહ્યું- મોદીએ જવાબ ન આપ્યો

સમાજસેવી અન્ના હજારે જન લોકપાલ બિલ અને ખેડૂતોના મુદ્દે ફરી દિલ્હીમાં આંદોલન કરશે. તેની શરૂઆત ૨૩ માર્ચ (શહીદ દિવસ) પર થશે. અન્નાએ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધીની એક સભામાં તેનું એલાન કર્યું. તેમણે કહ્યું કે થોડાક દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દાઓ પર પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી નથી મળ્યો.મંગળવારે સાંજે સમર્થકોની વચ્ચે અન્નાએ કહ્યું,આંદોલન માટે અમે ૨૩ માર્ચ પસંદ કરી છે, કારણકે આ દિવસ શહીદ દિવસ છે. આંદોલનમાં જન લોકપા, ખેડૂતોના મુદ્દે અને ચૂંટણી સુધાર જેવા મુદ્દાઓ સામેલ હશે. મેં આ મુદ્દાઓને લઇને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી નથી મળ્યો.છેલ્લાં ૨૨ વર્ષોમાં આશરે ૧૨ લાખ ખેડૂતો દેશમાં આત્મહત્યા કરી ચૂક્યાં છે. હું જાણવા માંગું છું કે આ દરમિયાન કેટલાં વેપારીઓએ જીવ આપ્યો?અન્નાના એક સહયોગીએ બુધવારે કહ્યું કે મોદી સરકારે અત્યાર સુધી લોકપાલની નિયુક્તિ નથી કરી. સરકારે આ માટે કેટલાંક ટેક્નીકલ કારણો આપ્યા છે. લોકપાલ ઍક્ટ પ્રમાણે, લોકપાલના સિલેક્શન માટે વડાપ્રધાન, લોકસભા સ્પીકર, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) અથવા સુપ્રીમ કોર્ટના નોમિનેટેડ જજની કમિટી બનાવવી જોઇએ.જોકે, અત્યારે લોકસભામાં ટેક્નીકલી કોઇ લીડર ઑફ ઓપોઝિશન નથી. એટલા માટે કમિટી બની નથી શકતી અને લોકપાલની નિયુક્તિ અટકેલી છે. કેન્દ્ર સરકારે પણ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને આ જ કારણ આપ્યું છે.ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે, લોકસભામાં વિપક્ષના નેતા માટે કોઇ પાર્ટીને ૫૪૩ની ૧૦% સીટો જીતવી જરૂરી છે. હાલમાં, બીજેપી પછી સૌથી વધુ ૪૪ સીટો કોંગ્રેસની છે, જે ૧૦%થી ઓછી છે.યુપીએ સરકાર દરમિયાન ઓગસ્ટ, ૨૦૧૧માં દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના ૧૨ દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા. આ આંદોલનને દેશના હજારો લોકોએ સપોર્ટ કર્યો હતો. તેમની માંગ હતી કે સરકાર લોકપાલ બિલ લાગુ કરીને ભ્રષ્ટાચાર પર લગામ લગાવે.યુપીએ સરકારને લોકપાલ બિલ માટે અન્ના હજારેની માંગ માનવી પડી. અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં બિલ માટે એક કમિટી બનાવવામાં આવી. ત્યારબાદ સરકારે લોકપાલ બિલ પાસ કર્યું.

Related posts

प्रधानमंत्री ने हरियाणा और महाराष्ट्र के मतदाताओं से बड़ी संख्या में वोट डालने के लिए कहा

aapnugujarat

स्टेट बैंक ऑफ इंडिया ने शुरू की अंतोदय पहल

editor

રેલવેની મુસાફરીમાં ચોરીનો ઉપદ્રવ વકર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1