Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવેની મુસાફરીમાં ચોરીનો ઉપદ્રવ વકર્યો

ભારતીય રેલવે દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવતાં રહે છે પરંતુ ટ્રેનોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. રેલ મંત્રાલય જાહેર આંકડાઓ અનુસાર રેલવે પોતાના યાત્રીઓના સામાનની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા નથી કરી શક્યું.
આંકડાઓમાં જણાવે છે કે છેલ્લાં એક દશકમાં ચોરીના ૧.૭૧ લાખ મામલાઓ સામે આવ્યાં છે.હકીકતમાં આરટીઆઈ કાયદા અંતર્ગત રેલવે સુરક્ષાને લઈને જાણકારી માંગવામાં આવી હતી. રેલ મંત્રાલયે જણાવ્યું કે દૈનિક આધાર પર સરેરાશ ૨૫૦૦ મેલ, એક્સપ્રેસ ટ્રેનોનું રેલવે સુરક્ષા દળ, રેલવે સુરક્ષા વિશેષ દળની સુરક્ષામાં પરિચાલન કરવામાં આવે છે. આ સિવાય આશરે ૨૨૦૦ ટ્રેનોનું સરકારી રેલવે પોલીસ સ્ટાફની સુરક્ષામાં પરિચાલન થાય છે.
રેલ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સૌથી વધારે ૩૬,૫૮૪ મામલાઓ ૨૦૧૮માં નોંધાયા હતા. તો ૨૦૧૭માં ચોરીના ૩૩,૦૪૪ મામલા નોંધાયા હતા. આ જ પ્રકારે ૨૦૧૬માં ૨૨,૧૦૬ અને ૨૦૧૫માં ૧૯,૨૧૫ મામલા નોંધાયા હતા. તો ૨૦૧૪માં ટ્રેનોમાં ચોરીના ૧૪,૩૦૧, વર્ષ ૨૦૧૩માં ૧૨,૨૬૧, વર્ષ ૨૦૧૨માં ૯,૨૯૨, ૨૦૧૧માં ૯,૬૫૩, ૨૦૧૦માં ૭,૫૪૯, અને ૨૦૦૯માં ૭,૦૧૦ મામલા નોંધાયા હતા.
વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૮ દરમિયાન ટ્રેનોમાં ચોરીના મામલાઓમાં પાંચ ગણો વધારો થયો. કુલ મળીને ૨૦૦૯ થી ૨૦૧૮ દરમિયાન ટ્રેનોમાં ચોરીથી કુલ ૧,૭૧,૦૧૫ મામલા નોંધાયા.તાજેતરમાં જ રેલ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન રેલવે યાત્રીઓ પાસેથી પૈસા પડાવી લેવાના મામલામાં ૭૩,૮૩૭ કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે. આરટીઆઈ અંતર્ગત પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં રેલ મંત્રાલયે જણાવ્યું કે ૨૦૧૫માં કુલ ૧૩,૫૪૬ તો ૨૦૧૬માં ૧૯,૮૦૦, ૨૦૧૭માં ૧૮,૫૨૬ અને ૨૦૧૮માં ૨૦,૫૬૬ ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં ૧,૩૯૯ ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે દુનિયાનું બીજું સૌથી મોટુ રેલ નેટવર્ક છે. રેલવે અનુસાર પ્રતિ દિન ૧૯,૦૦૦થી વધારે ટ્રેનોનું પરિચાલન કરવામાં આવે છે. રોજ ૧.૩ કરોડ લોકો ભારતમાં રેલ યાત્રા કરે છે.

Related posts

દક્ષિણ ભારતની મુલાકાતે પીએમ, ઓખી પ્રભાવિત વિસ્તારોનું ખાસ નિરીક્ષણ કર્યું

aapnugujarat

किसानों की खुदकुशी पर मुआवजा देना हल नहींः सुप्रीम

aapnugujarat

देश में कोरोना मरीजों का आंकड़ा 20 लाख के करीब

editor

Leave a Comment

UA-96247877-1