Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકામાં નોકરી બદલવી ભારતીયો પર પડી રહી છે ભારે

એચ૧બી વિઝાધારકોને નોકરીઓ બદલવી હોય તો અમેરિકન પ્રશાસનની આ કાર્યવાહી પર સમસ્યા થઈ રહી છે. જો નવી નોકરી પણ પહેલાં જેવી છે અને તેમાં ગત નોકરીવાળું જ કૌશલ્ય જોઈએ છે તો પણ અલગઅલગ કારણોથી કેટલીક અરજીઓ ફગાવવામાં આવી રહી છે. સૌથી મોટો પડકાર એ છે કે જે લોકોની અરજીઓ રદ કરવામાં આવી રહી છે, તેમને આઉટ ઓફ સ્ટેટસ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે, જેનો અર્થ એ થાય છે કે અમેરિકામાં તેમના પ્રવેશ પર ૩ થી ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે. ઉષા સાગરવાલા એચ૧બી વીઝા પર ૨૦૧૨થી અમેરિકામાં રહે છે. જ્યારે તેમણે ૨૦૧૮માં નોકરી બદલવા ઈચ્છી તો યૂએસસીઆઈએસે કંપનીની સ્થાનાંતરણ અરજીને એ કહેતાં ફગાવી કે સ્પેશિયાલિટી ઓક્યુપેશન નથી.તાજેતરમાં જ તેમણે નવી નોકરી માટે એચ૧બી વિઝા આપવાનો ઈનકાર કરવામાં આવ્યાંને લઈને કોર્ટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ હાથ લાગી. અમેરિકી ફેડરલ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કર્યો. કોર્ટે કહ્યું કે ઉષા કોર્ટને એ જણાવવામાં નિષ્ફળ રહ્યાં છે કે એચ૧બી રદ થવાથી તેમને શું આર્થિક નુકસાન થયું, એટલા માટે તે આ મામલે હસ્તક્ષેપ ન કરી શકે.ફેડરલ કોર્ટે ૧૬ એપ્રિલના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું કે સાગરવાલાએ જે એકમાત્ર સાક્ષ્ય રજૂ કર્યું, તેમાં મોટાભાગે એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે તેમને ભારત પાછા આવવા માટે મજબૂર કરવાની શું અસર થશે.

Related posts

ફેડ બેઠક સહિત ઘણા પરિબળની શેરબજાર પર સીધી અસર રહેશે

aapnugujarat

सोने के दाम रिकॉर्ड ब्रेक, 41 हजार के पार

aapnugujarat

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1