Aapnu Gujarat
બિઝનેસ

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપાર અને આર્થિક સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા વેપાર સમજૂતી માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. ૪ થી ૬ ઓક્ટોબર, ૨૦૧૭ સુધી ભારતનાં રાષ્ટ્રપતિ ઇથિયોપિયાની મુલાકાતે ગયા એ દરમિયાન ૫ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ વેપારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં.વેપારી સમજૂતી ૧૯૮૨માં થયેલી હાલની વેપારી સમજૂતીનું સ્થાન લેશે. આ વેપારી સમજૂતી વેપાર, આર્થિક સહકાર, રોકાણ અને ટેકનિકલ સહકારને પ્રોત્સાહન આપવા જરૂરી તમામ પગલાં માટે સુવિધા પ્રદાન કરશે.

Related posts

સોનાની આયાતમાં ૩૭ ટકા સુધીનો ડિસેમ્બરમાં વધારો

aapnugujarat

જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. ૧,૨૬૧ કરોડની ખોટ

aapnugujarat

૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1