Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાંથી ભારતની હાજરીવાળા બીસીઆઇએમ કોરિડોર હટાવ્યો

ચીને પોતાના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ પ્રોજેક્ટમાંથી બાંગ્લાદેશ, ચીન, ભારત, મ્યાનમાર (બીસીઆઇએમ) ઇકોનોમિક કોરિડોરને હટાવી દીધું છે. ચીને રવિવારે બીઆરઆઇ પ્રોજેક્ટની નવી યાદી જાહેર કરી છે. શનિવારે પૂર્ણ થયેલા બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં ૩૭ પ્રેસિડન્ટ સામેલ થયા છે. જેમાં ૬૪ બિલિયન ડોલર (અંદાજિત ૪ લાખ કરોડ રૂપિયા)ની ડીલ થઇ. સાથે જ કહેવામાં આવ્યું કે, બીઆરઆઇ કોઇ પણ દેશની સંપ્રભૂતાનું સન્માન કરશે. પ્રથમ બીઆરએફ ૨૦૧૭માં થયું હતું. જેમાં ભારતે એવું કહીને ભાગ નથી લીધો કે, ચીન-પાક ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ભારતની સંપ્રભૂતાનું ઉલ્લંઘન કરે છે. સીપીઇસી, પાકના કબ્જાવાળા કાશ્મીરમાંથી પસાર થશે.બીઆરએફના અંતમાં સંયુક્ત નિવેદન જાહેર કરીને કનેક્ટિવિટી માટે અનેક કોરિડોરના નામ જાહેર કર્યા. સાઉથ એશિયન ક્ષેત્રમાં સીપીઇસી, નેપાળ-ચીન ટ્રાન્સહિમાલયન મલ્ટિ ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક, નેપાળ-ચીન ક્રોસ બોર્ડર રેલવે અને ચીન-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર (સીએમઇસી) સામેલ છે. ૨૦૧૩માં બીઆરઆઇ લૉન્ચ કરવામાં આવ્યું હતું, તે સમયે બીસીઆઇએમ ઇકોનોમિક કોરિડોરનો હિસ્સો હતું. હવે બીઆરઆઇની નવી લિસ્ટમાં ૩૫ કોરિડોર સામેલ છે, પરંતુ બીસીઆઇએમ બહાર છે.

Related posts

गूगल ने यौन उत्पीड़न के आरोप में ४८ को निकाला

aapnugujarat

ભારતે ૭૨ દેશોને રસીના ૫.૯૪ કરોડ ડોઝ મોકલ્યા : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

editor

अमेरिका में भारी बारिश और आंधी, व्हाइट हाउस के बेसमेंट में भरा पानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1