Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ફેડ બેઠક સહિત ઘણા પરિબળની શેરબજાર પર સીધી અસર રહેશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં અનેક પરિબળોની સીધી અસર જોવા મળશે જેમાં ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ, ફેડની મિટિંગ, માઇક્રો આર્થિક પરિબળોનો સમાવેશ થાય છે. શેરબજારમાં અનેક પરિબળોની અસર વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ અને પ્રવાહી સ્થિતિ જોવા મળી શકે છે. સેંસેક્સ ૦.૭૪ ટકા અથવા તો ૨૫૬ પોઇન્ટ ઉછળીને ૩૪૯૭૦ની સપાટીએ છેલ્લે રહ્યો હતો જ્યારે શુક્રવારના દિવસે નિફ્ટી ૭૫ પોઇન્ટ ઉછળીને ૧૦૬૯૨ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર સેંસેક્સમાં ૧.૬ ટકાનો અને નિફ્ટીમાં ૧.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સતત પાંચમાં સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા માર્ચ ત્રિમાસિક ગાળામાં સૌથી હાઈએસ્ટ ત્રિમાસિક નફો ૯૪૩૫ કરોડનો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે એક્સિસ બેંક દ્વારા સૌથી નિરાશાજનક ત્રિમાસિક ગાળાનો કમાણીનો આંકડો જારી કરાયો છે. મારુતિ સુઝુકીના પરિણામમાં પણ અપેક્ષા કરતા નબળાઈ જોવા મળી છે. ત્રિમાસિકગાળાના પરિણામોની નવી શ્રેણી આવતીકાલથી શરૂ થશે. આ સપ્તાહ દરમિયાન અનેક મોટી કંપનીઓ તેમના પરિણામ જાહેર કરશે. આવતીકાલે સોમવારના દિવસે ડીએચએફએલ, એચડીએફસી, હિન્દુસ્તાન ઝીંક, કોટક મહિન્દ્રા દ્વારા તેમના આંકડા જારી કરવામાં આવશે જ્યારે મંગળવારન દિવસે એફએમસીજીની કંપની ડાબર દ્વારા તેના પરિણામ જાહેર કરાશે. એચસીએલ ટેકનોલોજી, હિરો મોટો, ઇન્ડિગો અને તાતા પાવર દ્વારા બીજી મેના દિવસે પરિણામ જાહેર કરાશે. અદાણી પોર્ટ, અદાણી પાવર, ઇમામી, એચસીસી, એલએન્ડટી ફાઈનાન્સ, એમઆરએફ, પીએન્ડજી હાઉસિંગ, વેદાંતા દ્વારા ત્રીજી મેના દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. અંબુજા સિમેન્ટ, ગોદરેજ, ઇન્ડિયન બેંક, પીવીઆર દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક પહેલી અને બીજી મેના દિવસે યોજાશે જેમાં ચાવીરૂપ વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચ મહિનામાં તેની છેલ્લી બેઠકમાં વેટમાં વધારો કરવામાં આવ્યો હતો. એવી ચર્ચા છે કે, આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. ઓટોના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. તાતા મોટર્સ અને મારુતિ સુઝુકી જેવા કંપનીઓના આંકડા જારી થઇ ચુક્યા છે. અન્ય કંપનીઓ પણ હવે આંકડા જાહેર કરનાર છે. અન્ય જે પરિબળોની અસર બજાર પર રહેશે તેમાં માઇક્રો ડેટાનો સમાવેશ થાય છે. બુધવારે એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ કંપનીના દેખાવના આંકડા જારી કરવામાં આવશે. ક્રૂડની કિંમતને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઢ ૭૪.૬૪ સુધી પહોંચી ચુકી છે. આ મહિનામાં વૈશ્વિક બેંચમાર્ક ૭૫ ડોલર સુધી પહોંચી જતાં આની અસરની પણ ચિંતા દેખાઈ રહી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારના પ્રવાહ, વિદેશી મૂડીરોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના વલણ, ડોલર સામે રૂપિયાની ચાલ પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે.

Related posts

શત્રુઘ્ન સિન્હા ૬ એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે

aapnugujarat

ભારતની ચૂંટણીઓથી પાક. દૂર રહે, સલાહની જરૂર નથી : રામ માધવ

aapnugujarat

५% आर्थिक विकास दर बुरी नहीं : कृष्णमूर्ति सुब्रमण्यन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1