Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની સાત કંપનીઓની મૂડી ૬૯૯૧૮ કરોડ વધી ગઇ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ૬૯૯૧૭.૭૯ કરોડનો સંયુક્તરીતે વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઇટીસી, એચયુએલ, એચડીએફસી, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા જેવી કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. બીજી બાજુ એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી અને ઓએનજીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૪૨૨૫૫.૧૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૬૩૦૧૮૫.૦૮ કરોડ પહોંચી ગઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડીમાં પણ ૯૨૬૫.૧૬ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૬૬૧૩૪૮.૦૮ કરોડ સુધી પહોંચી છે. કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી આ ગાળામાં ૬૫૧૩.૨૯ કરોડ વધીને ૨૨૬૫૧૦.૮૮ કરોડ નોંધાઈ છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ મૂડી ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં ૪૩૯૦.૭૯ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૩૧૧૩૧૨.૩૮ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી આ ગાળામાં ૪૦૨૭.૪૨ કરોડ વધીને ૩૪૦૮૦૪.૯૪ કરોડ નોંધાઈ છે. હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ત્રણ કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે જેમાં એચડીએફસી બેંક, મારુતિ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૯૮૮૭.૩ કરોડ ઘટીને ૪૯૮૯૯૬.૯૩ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ હજુ પણ પ્રથમ ક્રમાંકે છે. આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા ક્રમાંકે છે. સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૫૫૪ પોઇન્ટ ઉછળીને ૩૪૯૭૦ની સપાટીએ રહ્યો હતો.

Related posts

बैंकों के समक्ष एनपीए का जोखिम बढ़ा : मूडीज

aapnugujarat

નવા નિયમો હેઠળ સેબીની સીએ, સીએસ ઉપર નજર

aapnugujarat

૨૦૨૦ સુધીમાં ભારત સંપૂર્ણપણે ફોર-જી હેઠળ આવી જશે : મુકેશ અંબાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1