Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૧૫,૫૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા : રિપોર્ટ

રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને અમેરિકા અને ચીનના વેપાર સંબંધોને લઇને અનિશ્ચિતતાના પરિણામ સ્વરુપે આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે, બીજીથી ૨૭મી એપ્રિલ વચ્ચેના ગાળા દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૫૫૫૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૦૩૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે. આની સાથે જ ૨૭મી એપ્રિલ સુધીમાં કુલ ૧૫૫૮૮ કરોડ રૂપિયા ભારતીય મૂડી માર્કેટમાંથી પાછા ખેંચી લેવાયા છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. બોન્ડ યિલ્ડની મજબૂતી તથા વેપાર મંત્રણાને લઇને ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક માર્કેટમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે.
જો કે, રોકાણકારોનો વિશ્વાસ હાલમાં અકબંધ રહી શકે છે. પ્રભુદાસ લીલાધરમાં ચીફ પોર્ટફોલિયો મેનેજર અને સીઈઓ અજય બોડકેનું કહેવું છે કે, ભારતીય ઇક્વિટી માર્કેટમાં હાલ ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. રોકાણકારો આ પરિણામ ઉપર નજર રાખી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં ૮૪૬૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૮૧૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. બીજી બાજુ મૂડીરોકાણકારો એફપીઆઈનું વલણ કેવું રહે છે તે બાબત ઉપર પણ ધ્યાન રહેશે. નવેસરના ડિપોઝિટરી આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા ક્રૂડની વધતી જતી કિંમતો વચ્ચે ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા અને વધતી ક્રૂડની કિંમતોની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડની વધતી કિંમતોના લીધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર થઇ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

Related posts

સેંસેક્સમાં ૮ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

डेबिट कार्ड यूजर्स की संख्या में गिरावट

aapnugujarat

चिदंबरम को एक और बड़ा झटका, ईडी ने गिरफ्तार किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1