Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૨૦ સુધીમાં ભારત સંપૂર્ણપણે ફોર-જી હેઠળ આવી જશે : મુકેશ અંબાણી

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૧૮ના બીજા એડિશનની નવી દિલ્હીમાં શરૂઆત થઈ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ છેક ૨૦૨૦ સુધીમાં ભારત સંપૂર્ણપણે ફોર-જી હેઠળ આવી જશે. તેમણે કહ્યુ છે કે જીઓ ઓછી કિંમતે યૂઝર્સને સારી ગુણવત્તા પુરી પાડી રહ્યું છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની બીજી એડિશનમાં મુકેશ અંબાણી સિવાય ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ, ટેલિકોમ કમિશનના ચેરપર્સન અને સેક્રેટરી અરુણા સુંદરરાજન, ટ્રાઈના ચેરમેન આર. એસ. શર્મા સહીતના ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના ઘણાં દિગ્ગજ લોકો સામેલ થયા છે. આ ઈવેન્ટમાં મુકેશ અંબાણીએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો ઝડપતી વિકાસ થઈ રહ્યો છે અને ભારત સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
આઈઆરએલના ચેરમેનનું કહેવું છે કે ભારત, દુનિયાના અન્ય વિકસિત દેશોથી ઘણાં સમય પહેલા ફાઈવ-જી માટે રેડી હોવાના માર્ગ પર છે. અંબાણીએ કહ્યુ છે કે તમામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના મામલામાં ભારત ૧૩૫મા ક્રમાંકે છે અને જીઓ ફાયબર તેને બદલવા માંગે છે. ભારતમાં દુનિયાનો સૌથી વધુ મોબાઈલ ડેટા યૂઝેઝ છે. તેનું મુખ્ય કારણ જીઓ છે. મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે ઈન્ડિયન માર્કેટમાં જીઓ માટે ફાઈવ-જી સૌથી મોટું ફોકસ હશે. જીઓ પોતાના જીઓફોનના દમ પર ડિજિટલ મુહિમને ગામડાઓ સુધી લઈ જવા ચાહે છે.
ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે મોબાઈલ ફોન ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવાનો મહત્વનો હિસ્સો છે. ભારત દુનિયામાં ત્રીજું ત્રીજું સૌથી મોટું સ્માર્ટફોનનું માર્કેટ છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ડિજિટલ ઈકોનોમી તરીકે આગળ વધવાની દિશામાં ભારતને અલગ-અલગ ભારતીય ભાષાઓમાં ડિજિટલ કન્ટેન્ટની જરૂરિયાત છે. તેમણે કહ્યુ છે કે ડેટા પ્રાઈવસી એક અન્ય મહત્વનો મુદ્દો છે. સતત યૂઝર ગ્રોથ માટે આના પર ધ્યાન આપવું જરૂરી છે. સૌથી મહત્વનું ભારતને ટેક્નોલોજીની જરૂરિયાત છે. તેનાથી ભારતના સામાન્ય લોકો દુનિયાને કનેક્ટ કરી શકે.

Related posts

ગુજરાતના ૩૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

aapnugujarat

તેજસ્વીને સરકારી બંગ્લો ખાલી કરવા સુપ્રિમનો આદેશ, ૫૦ હજારનો દંડ ફટકાર્યો

aapnugujarat

ટીએમસીના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1