Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટીએમસીના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાઈ ગયા છે. આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મુકુલ રોયની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા.  કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મજબૂતી મળશે.
વિષ્ણુપુરથી લોકસભા સાંસદ સૌમિત્ર ખાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી અને પછી તેમને પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી. તેઓ પહેલા રાજ્ય વિધાનસભાના સભ્ય પણ હતા.બંગાળથી નેતાઓનું ભાજપમાં સામેલ થવાનું સતત ચાલુ છે. થોડા દિવસો પહેલા બંગાળની ફિલ્મ અભિનેત્રી મૌસમી ચટર્જી પણ ભાજપમાં સામેલ થયા હતા. આ દરમિયાન મુકુલ રોયે દાવો કર્યો છે કે ટીએમસીના વધુ પાંચ સાંસદ તેમના સંપર્કમાં છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે.

Related posts

सीजफायर उल्लंघन कर पाकिस्तान द्वारा फिर एकबार फायरिंग हुआ

aapnugujarat

મુંબઈમાં ધોધમાર વરસાદ : અભૂતપૂર્વ નુકસાન

aapnugujarat

ભીમા કોરેગાંવ હિંસાની સાક્ષી યુવતીનો મૃતદેહ કૂવામાં મળી આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1