Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને ભારતને આવરી લેતું દરિયાઇ કોમ્પેક્ટ રડાર વિકસાવ્યું

ચીને સમગ્ર ભારત પર નજર રાખી શકે તેવા અત્યાધુનિક દરિયાઇ રડાર વિકસિત કર્યું હોવાનો દાવો કર્યો છે. બુધવારે ચીને રડારની માહિતી આપતા દાવો કર્યો હતો કે, ચીનમાં જ વિકસિત કરાયેલ રડાર નાના-મોટા ભાગો નહી પરંતુ સમગ્ર ભારત જેટલા મોટા વિસ્તાર પર નજર રાખી શકવાની ક્ષમતા ધરાવે છે.
આ સિવાય આ રડાર સિસ્ટમ વર્તમાન ટેકનોલોજીની સરખામણીમાં દુશ્મનોના જહાજો, વિમાનો અને મિસાઇલ્સથી ઉદભવતા ખતરા પહેલા સેનાને ચેતવણી આપી દેશે.
અત્યાધુનિક કોમ્પેક્ટ સાઇઝના રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે નેવીના વિમાનવાહકમાં તૈનાત કરાયા પછી સમગ્ર ભારત પર નજર રાખી શકશે.
ચીનના રાષ્ટ્રપતિએ રડાર વિકસાવવા બદલ યોંગતાન અને અન્ય એક મિલિટરી વિજ્ઞાનીક કિયાન ક્વિહૂને વિજ્ઞાન ક્ષેત્રે એનાયત કરવામાં આવતા દેશના સૌથી મોટા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા, જે પરથી ખ્યાલ આવે છે કે આ કોમ્પેક્ટ રડાર ચીન માટે ઘણું જ મહત્વનું છે.
પીપલ્સ લિબરેશન આર્મી મુજબ પહેલા પ્રણાલીગત સાધનોની મદદથી ચીનના દરિયાઇ વિસ્તારના માત્ર ૨૦ ટકા ભાગમાં ઉપર જ નજર રાખી શકાતી હતી, પરંતુ નવી ટેકનોલોજીએ આર્મીને બહુ મોટા વિસ્તાર પર નજર રાખવા માટે સક્ષમ બનાવી છે.
ચીન આ રડારની મદદથી સમુદ્રમાં, ખાસ કરીને દક્ષિણ ચીન સાગર, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની મોટા ભાગની માહિતી મેળવી શકશે.

Related posts

ટ્રમ્પ દરેક વિરોધીઓને દુશ્મન ન સમજે : નિક્કી હેલી

aapnugujarat

यूरोप में वाहनों से हमला आईएस संगठन की रणनीति

aapnugujarat

પેરિસ ક્લાઇમેટ ડીલથી અમેરિકા બહાર, ટ્રમ્પે ભારત અને ચીનને ગણાવ્યાં દોષી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1