Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં ધોધમાર વરસાદ : અભૂતપૂર્વ નુકસાન

અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર વાહનોની લાંબી કતાર

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં આજે ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ હતુ. ભારે વરસાદના કારણે મુંબઈ ફરી બેહાલ છે. જુદી જુદી જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિના પરિણામ સ્વરુપે જાનમાલનું ભારે નુકસાન થયું છે. વડાલા વિસ્તારમાં એન્ટોપ હિલમાં જમીન ધસી જતાં એક સાથે ૧૫થી ૨૦ કાર કાટમાળમાં દટાઈ ગઈ હતી. બીજી બાજુ થાણેમાં એક આવાસ સંકુલ ધરાશાયી થતાં બે કાર અને અન્ય વાહનો દટાઈ ગયા હતા. ઉલ્લાસનગરમાં પણ દિવાલ ધરાશાયી થતાં એક બાળકનું મોત થયું હતું. વાડોલ ગામમાં વહેલી પરોઢે મકાનની દિવાલ તુટી પડતા બાળકનું મોત થયું છે. આજે એન્ટોપ હિલ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે જમીન ધસી ગઈ હતી જેના લીધે ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. અનેક કારો કાટમાળમાં ફસાઈ ગઈ હતી. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. આજે સવારે ભારે વરસાદના લીધે ચારેબાજુ જનજીવન ખોરવાઈ ગયું હતું. જે વિસ્તારમાં પાણી ભરાયું હતું તેમાં ધારાવી, સાયન, બાંદ્રા, કુર્લા, ચેમ્બુરનો સમાવેશ થાય છે. ચેમ્બુર ઇસ્ટની પોસ્ટલ કોલોનીમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. દાદરના ટીટી સર્કલ અને હિંદમાતામાં પાણી ભરાઈ ગયા હતા. ખાર, અંધેરી, મલાડમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ચુનાભઠ્ઠી, વડાલા, ગામદેવી, શાંતાક્રુઝ, ચેેમ્બુર, લીકરોડ પર પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સતત ત્રણ દિવસથી ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદથી માઠી અસર થઇ છે. વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રલ રેલવેના ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ઉપનગરીય વિસ્તારોમાં ૯ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે જ્યારે શહેરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે. એમજી રોડ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું હતું. શાંતાક્રૂઝમાં આઠ ઇંચની આસપાસ વરસાદ થયો છે. કોલાબામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. પૂર્વીય ઉપનગરમાં પાંચ ઇંચ અને પશ્ચિમી ઉપનગરમાં છ ઇંચની આસપાસ વરસાદ થયો છે. અનેક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝનની ફરજ પડી હતી. સેન્ટ્રલ રેલવેના તમામ ત્રણ રુટ પર સેવા બંધ રાખવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવેના બંને બાજુ પણ ગતિ રોકાઈ ગઈ છે. વેતરણા, વિરાર આ લાઈન પર ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકો ઓફિસ જતી વેળા જુદી જુદી જગ્યાએ અટવાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઇ હતી. વિમાની સેવા પણ ખોરવાઇ હતી. બીજી બાજુ દક્ષિણપશ્ચિમ મોનસુને ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ભારે વરસાદનો દોર હજુ જારી રહી શકે છે. બીજી બાજુ મુંબઇમાં ભારે વરસાદના કારણે બે લોકોના મોત થયા છે.
શનિવારના દિવસે મુંબઇમાં વરસાદની શરૂઆત થયા બાદ રવિવારે વરસાદ જારી રહ્યો હતો. આજે સવારે પણ ધોધમાર વરસાદ જારી રહ્યો હતો. ધારાવી અને સાયન વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ધારાવી, બાન્દ્રા, કુર્લા અને ચેમ્બુર સહિત શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આ તમામ વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. મેટ્રો સિનેમાની નજીક એમજી રોડ વિસ્તારમાં પસાર થઇ રહેલા લોકો પર વૃક્ષ પડી જતા ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. વૃક્ષ ધરાશાયી થવાના કારણે બે લોકોના મોત થઇ ગયા હતા. અન્ય પાંચ લોકો આમાં ઘાયલ થયા હતા. વરસાદના કારણે દાદરના ટીટી સર્કલ અને હિન્દ માતા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત ખાર સબવે, અંધેરી સબ વે અને મલાડ સબવેમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રાફિક પર પ્રતિકુળ અસર થઇ હતી. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે પૂર્વીય ઉપનગરમાં ૧૨૨ મીલીમીટર વરસાદ થયો છે. પશ્ચિમ ઉપનગરીયમાં ૧૪૧ મીલીમીટર વરસાદ થયો છે. તમામ લોકલ ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડેથી ચાલી રહી છે. પાણી ભરાઇ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિમાની સેવા ખોરવાઇ ગઇ છે. મંડાવીમાં ૧૯૪ મીમી, આગામીમાં ૧૨૫ મીમી, વિરારમાં ૧૭૯ મીમી, માણેકપુરમાં ૧૬૯ મીમી વરસાદ નોંધાયો છે. વસઈમાં ૧૮૪ મીમી વરસાદ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. નેશનલ હાઈવે-૮ મુંબઈ-અમદાવાદ પર જળબંબાકારની સ્થિતિના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આશરે સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા પેસેન્જર ગાડીઓમાં રહેલા લોકો અટવાઈ પડ્યા હતા. અનેક જગ્યાઓએ ઘુંટણ સુધીના પાણઈ ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે મુંબઈથી ઉપડતી અને ગુજરાતના જુદા જુદા ભાગો સુધી આવતી ટ્રેન સેવાને અસર થઇ હતી જેના લીધે લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ ઉપર વાહનો ખોરવાઈ પડતાં તેની માઠી અસર જોવા મળી રહી છે. વિરાર અને સુરત વચ્ચે ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાંદરા ટર્મિનસ, દાદર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ પર આવનાર તમામ ટ્રેનો મોડેથી પહોંચી રહી છે. આ સ્થિતિમાં સુધારો ધીમે ધીમે થઇ રહ્યો છે. અનેક જગ્યાઓએ ટ્રાફીક ડાયવર્ઝનની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે દાદરના ટીટી સર્કલ અને હિન્દ માતા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત ખાર સબવે, અંધેરી સબ વે અને મલાડ સબવેમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રાફિક પર પ્રતિકુળ અસર થઇ હતી. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે પૂર્વીય ઉપનગરમાં ૧૨૨ મીલીમીટર વરસાદ થયો છે. પશ્ચિમ ઉપનગરીયમાં ૧૪૧ મીલીમીટર વરસાદ થયો છે. તમામ લોકલ ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડેથી ચાલી રહી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. વડોદરામાં પણ ભારે વરસાદના લીધે જનજીવન ઉપર અસર થઇ છે અને મુંબઈ સાથે કનેક્શનને અસર થઇ છે.

Related posts

કેરોસીનનો ભાવ દર પખવાડિયે ૨૫ પૈસા વધશે

aapnugujarat

રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ, ૧૧.૨૭ લાખ કર્મીને લાભ

aapnugujarat

૨૦૨૨ સુધી ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા બમણી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1