Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ, ૧૧.૨૭ લાખ કર્મીને લાભ

કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠક કરીને ૩ મોટા નિર્ણય લીધા છે. દિવાળી પહેલા સરકારે રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બેઠક પછી સરકારે રેલવે કર્માચારીઓ માટે પીએલઆઈ બોનસની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક વખત માટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવામાં આવ્યું છે. કેબિનેટના આ નિર્ણયથી કુલ ૧૧.૨૭ લાખ કર્મચારીઓ પર બોનસ તરીકે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
રેલવે કર્મચારીઓ સિવાય સરકારે આજે સરકારી ઓઈલ કંપનીઓને મોટી ભેટ આપી છે. ઘરેલું એલપીજીની કિંમતોમાં વધારાથી ઓઈલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડતું હતું. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક જ હપ્તામાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે.
જૂન ૨૦૨૦થી જૂન ૨૦૨૨ની વચ્ચે ઈન્ટરનેશનલ બજારમાં એલપીજીની કિંમતોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ સામાન્ય લોકો પર આ વધારાનો સંપૂર્ણ બોજો નાંખી રહી નહોતી.
અગાઉના સમયગાળામાં ઘરેલું એલપીજીની કિંમતોમાં ૭૨ ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓને થઈ રહેલ નુકસાનની ભરપાઈને જોતા કેન્દ્ર સરકારે તેમને રાહત આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓએ રૂપિયાની નબળાઈના પગલે પહેલાની સરખામણીમાં વધુ ઈમ્પોર્ટ બિલ ચુકવવું પડી રહ્યું છે. આ વર્ષે રૂપિયાની નબળાઈ અને ક્રૂડ કિંમતો ઝડપથી વધતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને લાંબો સમય લાગી શકે છે.
આ સિવાય સરકારે આજે કેબિનટેની બેઠકમાં મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીને બદલવા માટે સરકાર નવો કાયદો લાવી રહી છે. તેના ફેરફાર માટે એમેન્ડમેન્ટ લાવી રહી છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસોયટી એક્ટ-૨૦૨૨ અંતર્ગત ૮ માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશમાં ૧૪૬૬ સમિતિઓ હતી. જેમાં સૌથી વધુ ૫૬૭ મહારાષ્ટ્‌માં છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એકથી વધુ રાજ્યોમાં કામ કરે છે.

Related posts

બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે બનાવશે સરકાર : અમિત શાહ

editor

રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમાર પરત ફરવાનો ઈન્કાર કર્યો

aapnugujarat

વડાપ્રધાન મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસરે લુમ્બિનીના મંદિરમાં પૂજા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1