Aapnu Gujarat
રમતગમત

ફિટનેસ ટેસ્ટ પાસ કરી દેતા મોહમ્મદ શમી ઓસી. જશે

વર્લ્ડ કપમાં ચોટીલ જસપ્રીત બુમરાહની જગ્યા કોણ ફાસ્ટ બોલર છે, જેને લઇને નવી અપડેટ સામે આવી છે. મોહમ્મદ શમીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે, જેને કારણે હવે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. બીજી તરફ શમીની સિવાય મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા છે.
એવામાં એ જોવુ દિલચસ્પ હશે કે બુમરાહની જગ્યાએ કોને રીપ્લેસ કરવામાં આવશે. મીડિયા રીપોર્ટ અનુસાર શમી, સિરાજ અને શાર્દુલ ૧૩ ઓક્ટોબરે ભારતથી ઓસ્ટ્રેલિયા રવાના થશે. એટલે આ ત્રણ બોલરમાંથી જ કોઇ એક બુમરાહનાં રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ થઇ શકે છે.
હાલમાં જ પૂર્ણ થયેલ સાઉથ આફ્રિકા સાથેની વન ડે સીરીસમાં સિરાજે ખૂબ સારી બોલિંગ કરી હતી, તેવામાં ઉમ્મિદ લગાવી શકાય છે કે મોહમ્મદ સિરાજને જ બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટમાં લીધો હોઇ શકે. તેની ઘોષણા થોડા દિવસમાં થશે. આઇસીસીને ૧૫ ઓક્ટોબર સુધી ભારતને પોતાની અપડેટ ટીમ દર્શાવાની છે. તેવામાં આશા છે કે બીસીસીઆઈ બુમરાહને રિપ્લેસમેન્ટની ઘોષણા કરે. રીપોર્ટ અનુસાર દીપક ચહર પીઠમાં દુખાવાને કારણે ટી-૨૦ વર્લ્ડ કપથી બહાર થઇ ગયો હતો. ભારતીય ટીમ ટી -૨૦ વર્લ્ડ કપમાં પોતાનો પહેલા મેચ ૨૩ ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. એ પહેલા ટીમ ઇન્ડિયા અન ઓફિશિયલ વોર્મ અપ મેચ પણ રમશે. ભારતીય ટીમ ૧૭ અને ૧૯ ઓક્ટોબરે ક્રમશઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ સામે આ પ્રેક્ટિસ મેચ રમશે.

Related posts

ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે અને વાવરિન્કાની આગેકૂચ જારી

aapnugujarat

જોહાન બોથાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

aapnugujarat

ICC विश्व कप फाइनल में लॉर्ड्स को बनाएगा नो फ्लाइट जोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1