Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૨૧૯, નિફ્ટીમાં ૫૯ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૨ની નીચી સપાટીએ રહ્યો હતો. એશિયન શેરમાં પણ નકારાત્મક સ્થિતિ રહી હતી. તાતા મોટર્સના શેરમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેલ કિંમતોને લઇને સતત ચર્ચા જોવા મળી રહી છે. ઔરંગાબાદ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓને લોંચ કરવાની તૈયારી કરવામાં આવી ચુકી છે. ૨૬મી જૂનના દિવસે આ આઈપીઓ ખુલશે. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવનાર છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાટ્‌ર્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્‌સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે. બજાજ ફાઈનાન્સ દ્વારા માર્કેટ મૂડી મામલે એક્સિસ બેંકને પછડાટ આપી દેતા આની પણ ચર્ચા જોવા મળી રહી છે. શેરબજારમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને નીચી સપાટીએ બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૮૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૮૨૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક સ્તર પરઅમેરિકા દ્વારા હાલમાં ટેરિફમાં વધારો કરવામાં આવ્યા બાદ ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા છે. યુરોપિયન યુનિયનના જવાબી પગલા લેવામાં આવી રહ્યા છે.

Related posts

વેંકૈયા નાયડુ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ ચુંટાયા

aapnugujarat

DHFL के प्रवर्तकों को हिस्सेदारी की बिक्री से 6,900 करोड़ रुपए मिलने की उम्मीद

aapnugujarat

यात्री वाहन बिक्री में लगातार 9वें महीने आई गिरावट, जुलाई में 31% घटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1