Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૨૨ સુધી ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા બમણી થશે

ભારતમાં ડિજિટલ ક્રાંતિની ખરેખર શરૂઆત થઈ છે અને આગામી વર્ષોમાં તેમાં સ્માર્ટફોનનો વપરાશ અત્યંત ઝડપથી વધવાનો છે. આઇટી કંપની સિસ્કોના એક અહેવાલ પ્રમાણે ૨૦૨૨ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા બમણી થશે.૧૯૮૪માં ઇન્ટરનેટ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૪.૭ ઝેટ્ટાબાઇટથી વધારે આઇપી ટ્રાફિક જોવા મળ્યો છે.
એકલા ભારતમાં વર્ષ ૨૦૧૭માં દરરોજ આઇપી નેટવર્ક પર ૧૦૮ પેટાબાઇટ ડેટાનું વહન થતું હતું અને એ વર્ષ ૨૦૨૨ સુધીમાં દરરોજ ૬૪૬ પેટાબાઇટ સુધી પહોંચવાની અપેક્ષા છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો છે, જેઓ વર્ષ ૨૦૨૨ સુધીમાં ૮૨.૯ કરોડ થઈ જવાની અપેક્ષા છે. વર્ષ ૨૦૧૭માં આ આંકડો ૪૦.૪૧ કરોડ હતો તેમ સિસ્કો વિઝ્યુઅલ નેટવર્કિંગ ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે.સિસ્કોના એશિયા-પેસિફિક અને જાપાનના સર્વિસ પ્રોવાઇડર બિઝનેસના પ્રેસિડન્ટ સંજય કૌલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન ડેટાનો વપરાશ પાંચ ગણો વધી જશે. તે સોશિયલ મીડિયા, વિડિયો વપરાશ, કોમ્યુનિકેશન અને વ્યાવસાયિક ઉપયોગ તેમજ પરંપરાગત વોઇસ માટે સંચારના મુખ્ય માધ્યમ તરીકે સ્માર્ટફોનનું પ્રભુત્વ પુરવાર કરે છે.
વપરાશની સાથે અપેક્ષાઓ વધશે, તેમ સર્વિસ પ્રોવાઇડર્સ માટે બજારમાં વધારો થવાની તક છે. સાથે સાથે આ તેમને નેટવર્કને આધુનિક કરવા તથા વિવિધ સેવાઓ પ્રદાન કરવા લેટેસ્ટ ટેક્‌નોલોજી સ્વીકારવા અને બજારની માગ મુજબ બેન્ડવિડ્‌થ પૂરી કરવા ક્ષમતા ઊભી કરવા માટે પણ જરૂરી બનાવે છે.ડેટા વપરાશમાં વૃદ્ધિ કનેક્ટેડ ડિવાઇઝની વધતી સંખ્યાને આભારી છે, જે વર્ષ ૨૦૧૭માં ૧.૮ અબજથી ૨.૨ અબજ થઈ જવાની અપેક્ષા છે, જેમાં સ્માર્ટફોનનો હિસ્સો ૩૮ ટકા રહેશે છે અને તેમાં ૧૫.૫ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થઈ રહ્યો છે. સ્માર્ટ ઉપકરણોનો આ વધારો ભારતમાં માથા દીઠ ટ્રાફિક વપરાશને વર્ષ ૨૦૨૨ સુધીમાં આશરે ૧૪ ગિગાબાઇટ સુધી લઈ જશે, જે વર્ષ ૨૦૧૭માં ૨.૪ ગિગાબાઇટ હતો તથા આ આંતરરાષ્ટ્રીય પ્રવાહને અનુરૂપ થશે, જ્યાં વર્ષ ૨૦૧૬ના અંત સુધીમાં અગાઉનાં તમામ ‘ઇન્ટરનેટ વર્ષો’ કરતાં વધારે આઇપી ટ્રાફિક આંતરરાષ્ટ્રીય નેટવર્ક કરતાં વધી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ટરનેટની શરૂઆત થયા પછીનાં ૩૨ વર્ષ કરતાં વર્ષ ૨૦૨૨માં વધારે ટ્રાફિક પેદા થશે. ઇન્ટરનેટ યુઝરની કુલ સંખ્યામાં ભારત મહત્ત્વપૂર્ણ હિસ્સો ધરાવશે. ભારતમાં વર્ષ ૨૦૧૭માં ૩૫.૭ કરોડ (વસતિના ૨૭ ટકા) ઇન્ટરનેટ યુઝર છે, જે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૮૪ કરોડ (વસતિના ૬૦ ટકા) થઈ જશે.

Related posts

શનિ અમાવસ્યાના દિવસે મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

‘આયુષ્યમાન ભારત’ યોજના માટે દેશમાં કોલ સેન્ટર ખુલશે

aapnugujarat

पाक आतंकी हमला करता है तो हम फिर करेंगे एयरस्ट्राइक : IAF प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1