Aapnu Gujarat
બિઝનેસ

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

નોટબંધી અને જીએસટીના અમલથી ત્રાહિમામ પોકારી ગયેલી નાના અને મધ્યમ કદની કંપનીઓની યાતનાઓમાં હજુ સહેજપણ ઘટાડો થયો નથી. આ કંપનીઓએ એવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ભારતના અર્થતંત્રના વિકાસમાં અત્યંત ધીમી ગતીએ રિકવરી આવી રહી છે.નાના કદની કુલ કંપનીઓ પૈકી ત્રીજા ભાગની કંપનીઓ અને મધ્યમ કદની અંદાજે ૧૦ ટકા જેટલી કંપનીઓ છેલ્લા ત્રણ ક્વાર્ટરથી પોતાનો વ્યાજખર્ચ પણ ઉપાડી શકવાની સ્થિતિમાં નથી બ્લુમબર્ગ દ્વારા સંકલિત કરાયેલી આંકડાકીય માહિતીમાં તો વળી એવો સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક હાલ તેની નાણાં નીતિમાં ઢીલ મૂકે એવી કોઇ શક્યતા જણાતી નથી. દેશની નાણાં નીતિની સમીક્ષા કરવા રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટિની એક બેઠક આગામી સપ્તાહે મળી રહી છે. આંકડાકીય માહિતીમાં તો વળી એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે રિઝર્વ બેંક તેની નાણાં નીતિને વધુ આકરી અને મજબૂત બનાવવાની શક્યતા ૪૨ ટકા સુધી વધી ગઇ છે બે મહિના અગાઉ ફક્ત ૧૮ ટકા હતી. ભારતની કંપનીઓની હાલની સ્થિતિની સમીક્ષા કરતા જોવા મળ્યું હતું કે એશિયાની ત્રીજા નંબરના સૌથી મોટા ગણાતા ભારતીય અર્થતંત્રની ગાડી નજીકના ભવિષ્યમાં સંપૂર્ણપણે પાટા ઉપર ચઢી જાય એવી કોઇ શક્યતા જણાતી નથી.દેશનો ધીમો પડી ગયેલો જીડીપી ગ્રોથ ધીમે ધીમે વધી રહ્યો છે. બ્લુમબર્ગ દ્વારા દેશના ખ્યાતનામ ગણાતા ૨૦ અર્થશાસ્ત્રીઓના હાથ ધરાયેલા સર્વેમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે એક વર્ષ અગાઉ જુલાઇ-સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમ્યાન જીડીપીનો ગ્રોથ ૫.૭ ટકા હતો તેની તુલનાએ ચાલુ વર્ષના સમાન ક્વાર્ટર દરમ્યાન આ ગ્રોથ વધીને ૬.૪ ટકા નોંધાયો હતો. જો કે કેર સંસ્થા દ્વારા ૧૨૦૦ કંપનીઓના હાથ ધરાયેલા સર્વેમાં એમ કહેવામાં આવ્યું હતું કે સમાન સમયગાળા દરમ્યાન કોર્પોરેટ પ્રોફિટ સતત ઘટતો રહ્યો હતો. જો કે કંપનીઓનો પ્રોફિટ ઘટવા બદલ એજન્સીએ માંગમાં કોઇ વધારો ન થયો હોવાના અને જીએસટીના અમલને જવાબદાર ગણાવ્યું હતું.

Related posts

Apple फिर से अपने कुछ अमेरिकी स्टोर्स को करेगा बंद

editor

એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

વિજય માલ્યાને લઇ બ્રિટેન સરકારે ભારતને આપ્યો ઝટકો

editor

Leave a Comment

UA-96247877-1