Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશને રાધનપુરમાંથી ટિકિટ મળતા નારાજગી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના બીજા તબક્કાની યાદી જાહેર થવામાં વિલંબની બીજીબાજુ, આજે કોંગ્રેસ પક્ષ તરફથી બીજા તબક્કાના ફાઇનલ ઉમેદવારોને ટેલિફોનીક મેન્ડેટ આપી તેમને સૂચના આપવામાં આવી હતી જેને લઇ ટિકિટનું રાજકારણ અને વાતાવરણ ગરમાયું હતું. અલ્પેશ ઠાકોરને રાધનપુરમાંથી ટિકિટ આપી દેવામાં આવતા તેને લઇને પણ નારાજગી જોવા મળી હતી. કેટલાક ઉમેદવારોના પત્તા કપાતાં નારાજગીનો માહોલ છવાયો હતો તો બીજીબાજુ, ટેલિફોનીક મેન્ડેટ જાણીને કોંગ્રેસના કેટલાક ઉત્સાહી ઉમેદવારોએ તો તેમના વિસ્તારોમાં સરઘસ-રેલી યોજી કાઢયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના બીજા તબક્કાની યાદી આજે મોડી રાત્રે જાહેર થાય તેવી સંભાવના છે ત્યારે આજે દિવસ દરમ્યાન જ કોંગ્રેસ પક્ષ તરફથી કોઇ અજાણ્યા સ્થળ પરથી ટેલિફોનીક સૂચના આપી જે ઉમેદવારોના નામો ફાઇનલ અને નક્કી છે તેઓને પક્ષનો ચૂંટણી લડવાનો અને ઉમદેવારી નોંધાવવાનો મેન્ડેટ આપી દેવાયો હતો. કોંગ્રેસ પક્ષ તરફથી ટેલિફોનીક સૂચના દ્વારા ઉમેદવારોને મેન્ડેટ અપાતાં કેટલાક અન્ય સંભવતિ ઉમેદવારો અને આગેવાન-કાર્યકરોમાં નારાજગીની લાગણી પણ ફેલાઇ હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ઉમેદવારોના પત્તા કપાય તો ભારે હોબાળો ના મચે અને મોટો વિવાદ ના સર્જાય તે હેતુથી કોંગ્રેસે આવી પ્રયુક્તિ અજમાવી છે. આ પધ્ધતિ ખરેખર યોગ્ય ના કહેવાય. બીજીબાજુ, કોંગ્રેસ પક્ષ તરફથી ટેલિફોનીક સૂચના મારફતે અધિકૃત ઉમેદવારીનો મેન્ડેટ મળતાં આવા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઇ ગયો હતો. આવા કેટલાક ઉત્સાહી કોંગી ઉમેદવારો તો તેમના સમર્થકો-ટેકેદારો સાથે તેમના વિસ્તારો અને ક્ષેત્રમાં રેલી-સરઘસ કાઢીને નીકળી પડયા હતા. આ ઉમેદવારોએ તો વિજયી બનવાની આશા પણ વ્યકત કરી દીધી હતી. કોંગ્રેસપક્ષ તરફથી ટેલિફોનીક સૂચના મારફતે મેન્ટેડ આપવાની પધ્ધતિ કંઇ નવી નથી ગઇ વખતની વિધાનસભા ચૂંટણી ટાણે પણ કોંગ્રેસ આ પ્રયુક્તિ અજમાવી હતી. આ વખતે પણ તેનો અમલ ચાલુ રાખ્યો છે. રાજય વિધાનસભાની બીજા તબકકાની ૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસ દ્વારા જુદી જુદી બેઠકો માટેના ઉમેદવારોને ઉમેદવારી કરવા અંગે ફોનથી મેન્ડેટ આપી દેવામા આવતા અમદાવાદના નિકોલ,બાપુનગર સહિત રાજયમાં અનેક વિધાનસભા બેઠકના કાર્યકરોમા ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.એમા પણ રાધનપુર બેઠક ઉપરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાનો છે આ વાત બહાર આવતાની સાથે જ કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો..આ અંગે મળતી માહિતી અનુસાર,કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામા આવ્યા બાદ આ યાદી વિવાદના વંટોળમાં મુકાઈ ગઈ હતી જેના પગલે પ્રથમ યાદીના ચાર ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી.

Related posts

अहमदाबाद शहर की विभिन्न पोल में २३ मकानों को सील किया गया

aapnugujarat

सूरत : कपड़ा मिल में लगी भीषण आग

editor

नर्मदा बांध का स्तर १३५.६५ मीटर पर पहुंचा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1