Aapnu Gujarat
રાષ્ટ્રીય

કન્ફર્મ તત્કાલ ટિકિટ રદ થતાં રિફંડ મુસાફરને ન મળી શકે

રેલવે ટિકિટ કેન્સલેશનના કેટલા રૂપિયા રિફંડ તરીકે મળશે તેને લઇને રેલવે યાત્રીઓને હંમેશા ગણતરી થતી રહે છે. રજાઓના પ્લાન બનાવી રહેલા યાત્રીઓ માટે ખાસ બાબત સમજવા જેવી એ છે કે, ટ્રેનમાં ટિકિટ રદ કરાવવાની સ્થિતિમાં કેટલું નુકસાન થશે અને કેટલા પૈસા રિફંડ તરીકે મળશે તેની ચર્ચા રહે છે. જો કોઇ યાત્રી કન્ફર્મ ટિકિટ ટ્રેન રવાના થવાના ૪૮થી ૧૨ કલાક પહેલા રદ કરાવે છે તો ભાડાના ૨૫ ટકા કેન્સલેશન ચાર્જ તરીકે કાપી લેવામાં આવશે. આવી જ રીતે જો કોઇ યાત્રી કન્ફર્મ રેલવે ટિકિટ ટ્રેન રવાના થવાના ૧૨થી ૪ કલાક પહેલા રદ કરાવે છે તો ભાડા પૈકી ૫૦ ટકા કેન્સલેશન ચાર્જ લાગૂ થશે. આવી જ રીતે કન્ફર્મ ટિકિટ ચાર કલાક પહેલા સુધી રદ કરાવવામાં આવતા નથી અથવા તો ટીડીઆરની રકમ ઓનલાઈન ભરવામાં ન આવે તો કોઇ રિફંડ ક્લેઇમ કરી શકાશે નહીં. આરએસી અથવા તો વેઇટિંગ લિસ્ટ ટિકિટ ટ્રેન રવાના થવાના ૩૦ મિનિટ પહેલા રદ કરવામાં આવે છે તો રિફંડ મળશે. જો ટ્રેન કોઇ કારણથી નક્કી કરવામાં આવેલા સમયથી ૩ કલાક લેટ છે તો ટિકિટ રદ કરાવવા પર કોઇપણ પ્રકારના કેન્સલેશન ચાર્જ લાગૂ કરવામાં આવશે નહીં. જો ટ્રેન રદ થાય છે તો ઇ-ટિકિટ ઉપર ટીડીઆર ભરવાની કોઇ જરૂર રહેશે નહીં. યાત્રીએ રેલવેના ટિકિટ વિન્ડો પરથી જો રિઝર્વેશન કરાવ્યું છે અને ટ્રેન રદ થાય છે તો યાત્રાના દિવસ સહિત ત્રણ દિવસની અંદર ટિકિટ રદ કરવામાં આવી શકે છે. આમા કોઇ કેન્સલેશન ચાર્જ લાગૂ થશે નહીં. કન્ફર્મ તત્કાલ ટિકિટ રદ કરવાની સ્થિતિમાં કોઇ રિફંડ મળશે નહીં. રેલવે દ્વારા આ સંદર્ભમાં હાલમાં જ સ્પષ્ટતાઓ કરવામાં આવી ચુક છે.

Related posts

મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગ

aapnugujarat

બજેટમાં આરોગ્યને લગતી શ્રેણીબદ્ધ જાહેરાત : દેશની ૪૦ ટકા વસ્તીને સરકારી હેલ્થ વિમો મળશે

aapnugujarat

હંદવાડામાં સેનાએ ૨ આતંકી ઠાર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1