Aapnu Gujarat
બિઝનેસ

ઇપીએફઓ વ્યાજદર ઘટાડી શકે છે :મૂલ્યાંકનનો દોર શરૂ

રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓ દ્વારા પ્રોવિડંડ ફંડ થાપણ પર વ્યાજદરને ઘટાડવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે તેના ૪.૫ કરોડ સભ્યોને આપવામાં આવેલા ૮.૬૫ ટકાની સરખામણીમાં આ નાણાંકીય વર્ષમાં પ્રોવિડંડ ફંડ ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડવામાં આવી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન વર્ષ ૨૦૧૭-૧૮ માટે પ્રોવિડંડ ફંડ ડિપોઝિટ પર રિટર્નમાં કાપ મુકવામાં આવી શકે છે. બોન્ડ પર આવક ઘટવાના પરિણામ સ્વરુપે તેમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ગ્રાહકોના ખાતાઓમાં સીધીરીતે ઇટીએફ રોકાણની રકમ ઠાલવવામાં આવશે. અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ઇપીએફઓ વર્તમાન નાણાંકીય વર્ષ માટે આવકના અંદાજની ગણતરી કરવામાં આવી રહી છે. ગુરુવારના દિવસે ઇપીએફઓ દ્વારા એકાઉન્ટિંગ પોલિસીને મંજુરી આપી હતી જેમાં ઇક્વિટી રોકાણના મૂલ્યાંકન અને ખાતાઓ માટેની બાબતોનો સમાવેશ કરાયો હતો. અલબત્ત ઇટીએફને લઇને જુદા જુદા મત પ્રવર્તી રહ્યા છે. ઇટીએફ ઉપર ડિવિડંડ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ સભ્યો ઉપાડના સમયે આ ઇક્વિટી સંબંધિત રોકાણ ઉપર રિટર્નના લાભ મેળવી શકશે. ગ્રાહકો માટે કેટલાક વિકલ્પો પણ રહેશે. નાણામંત્રાલય દ્વારા ઇટીએફ રેટને લઇને શ્રમ મંત્રાલયને કેટલાક સૂચનો કર્યા છે. પબ્લિક પ્રોવિડંડ ફંડ જેવી નાની બચતની સ્કીમોની જેમ જ ઇપીએફના રેટ રાખવા માટે શ્રમ મંત્રાલયને નાણા મંત્રાલય દ્વારા સૂચન કરવામાં આવી ચુક્યું છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઇપીએફઓ ટ્રસ્ટીએ ૨૦૧૬-૧૭ માટે ઇપીએફ ઉપર વ્યાજદર ઘટાડીને ૮.૬૫ ટકા કર્યો હતો જે ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા હતો.

Related posts

બજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૪૦ પોઇન્ટનો કડાકો : ડૉલર સામે રૂપિયામાં પણ નોંધપાત્ર ઘટાડો

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ ચાર વર્ષની ઉચ્ચ સપાટીએ

aapnugujarat

विशाल सिक्का ने इन्फोसिस के सीईओ पद से दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1