Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં જીડીપી ડેટા તેમજ શેર બાયબેકની અસર જોવા મળશે

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ રહ્યા બાદ આજથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળી શકે છે. જીડીપીના આંકડા, આઈટી શેર બાયબેક અને એફ એન્ડ ઓની અસર બજારમાં જોવા મળશે.અમેરિકાની રેટિંગ સંસ્થા મૂડી દ્વારા હાલમાં જ ભારત માટે સારુ ચિત્ર રજૂ કર્યા બાદ તેની અસર પણ દલાલ સ્ટ્રીટમાં આવતીકાલથી શરૂ થતાં કારોબારી સત્રમાં જોવા મળી શકે છે. એકબાજુ મૂડીએ દેશના રેટિંગમાં ૧૩ વર્ષના ગાળા દરમિયાન સુધારો કર્યો હતો. બીજી બાજુ એસ એન્ડ પી સંસ્થાએ પણ ભારતની રેટિંગને સ્થિર રાખીને સ્થિરઆઉટલુંકનુ ચિત્ર રજૂ કર્યું હતું. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સમાં ૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી સેંસેક્સ ૩૩૬૭૯ અને નિફ્ટી ૧૦૩૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં શુક્રવારના દિવસે ૪૧ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જીડીપીના આંકડાને લઇને પણ આશા દેખાઈ રહી છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. જૂન ૨૦૧૭માં જીડીપી ગ્રોથરેટ ઘટીને ૭.૫ ટકા થયો હતો. જીએસટીના અમલીકરણ પહેલા આ ચિત્ર રજૂ કરાયું હતું. જો કે, બીજા ત્રિમાસિક ગાળામાં આંકડામાં સુધારો થઇ શકે છે. નીતિ આયોગના ઉપપ્રમુખ રાજીવ કુમારનું કહેવું છે કે, ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં ઇકોનોમીક ગ્રોથરેટ વધીને ૭-૭.૫ ટકા રહી શકે છે. જીએસટીને લઇને સ્પષ્ટતા અને સારા મોનસુનની સ્થિતિના લીધે જીડીપી ગ્રોથરેટમાં સુધારો થશે. આવી જ રીતે અન્ય માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૭ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા ૩૦મી નવેમ્બરના દિવસે શેરબજારના ગાળા બાદ જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર મહિના માટેના પીએમઆઈના આંકડા જારી કરાશે. બીજી બાજુ વૈશ્વિક ઘટનાક્રમ ઉપર પણ નજર રહેશે. ઓપેકની બેઠક ઉપર પણ તમાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. વિયેનામાં આ બેઠક યોજાનાર છે જેમાં ઓપેકના સભ્યો, રશિયા અને અન્ય દેશો ૩૦મી નવેમ્બરે એકત્રિત થશે જેમાં ઓઇલ સપ્લાય નિયંત્રણ લંબાવવા જોઇએ કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. ઓટો કંપનીઓના શેરમાં પણ તેજી જોવા મળી શકે છે. પહેલી ડિસેમ્બરથી નવેમ્બર વેચાણ માટેના આંકડા જારી થનાર છે. મારુતિ, ટોયોટા જે કંપનીઓ ઉપર નજર રહેશે. શેરબજારમાં આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહી શકે છે. એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં કારોબાર થનાર છે.

Related posts

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી : યુપીનાં મહાસચિવ બનાવાયાં

aapnugujarat

५वें प्रयास में भी नहीं मिला किंगफिशर हाउस का खरीदार

aapnugujarat

बिना सब्सिडी वाला सिलेंडर ९३ रुपये की बढ़ोतरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1