Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૫૪,૧૭૪ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની મોસ્ટવેલ્યુડ ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૧૭૪.૨ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જોરદાર દેખાવ આ ગાળા દરમિયાન કર્યો છે. ટીસીએસ, એસબીઆઈ અને એચયુએલ સિવાય બાકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૨૫૨૦૫.૬ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૬૦૧૩૨૪.૫૬ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૮૯૫૮.૨૮ કરોડ વધીને ૨૩૧૯૮૪.૮૪ કરોડ થઇ છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૬૧૯૩.૫૯ કરોડ વધીને ૪૭૮૬૯૧.૩૪ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૪૪૪૦.૫૭ કરોડ વધીને ૨૫૬૩૯૬.૪૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઓએનજીસીની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન વધીને ૨૩૨૧૫૩.૨૨ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૩૪૧૧.૯૪ કરોડ વધીને ૩૧૭૨૪૯.૮૧ કરોડ નોંધાઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળા દમરિયાન ૧૬૦૦.૯૨ કરોડ વધીને ૨૭૩૦૬૨.૨૪ કરોડ થઇ છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે ત્રણ કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે જેમાં એસબીઆઈની માર્કેટ મૂડી ૪૪૪૫.૫ કરોડ ઘટીને ૨૮૬૭૯૯.૯૯ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ૪૦૮૭.૦૦ કરોડ ઘટીને ૫૧૪૭૦૪.૦૮ કરોડ નોંધાઈ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ ગાબડા પડ્યા છે. ટોપ ટેન કંપનીઓની રેંકિંગની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો.

Related posts

સેન્સેક્સમાં ૩૦૬ અંકનો ઘટાડો

aapnugujarat

ઈડીએ ૩૮૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરી

aapnugujarat

लंबा नहीं चलेगा टेलिकॉम इन्डस्ट्री में कम टैरिफ का खेल : एसएंडपी ग्लोबल रेटिग्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1