Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પેટ્રોલ-ડીઝલ ચાર વર્ષની ઉચ્ચ સપાટીએ

પેટ્રોલ અને ડિઝલનો ભાવ એકવાર ફરી રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. આ વખતે ડિઝલે પ્રથમ રેકોર્ડ સ્તરની સપાટી કુદાવી છે. સોમવારે સતત બીજા દિવસે ડિઝલની કિંમત રેકર્ડ સ્તરે પહોંચી છે. તો સાથે સાથે પેટ્રોલના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. ઈન્ડીયન ઓઇલના ભાવમાં સોમવારને દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત ૬૯.૪૬ રૂપિયા થઈ છે. તેની સાથે જ ડિઝલ અહીં સૌથી વધુ રેકોર્ડ કિંમત પર છે. ડિઝલમાં આટલો તોતિંગ ભાવ વધારો પ્રથમ વખત નોંધાયો છે. પેટ્રોલ પણ રેકોર્ડ સ્તર પર પહોંચવા માટે તૈયાર છે સોમવારે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. આ કારણથી આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૩ પૈસા વધ્યો છે. તેની કિંમત અહીં ૭૭.૯૧ રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં ૮૦.૮૪, મુંબઈમાં ૮૫.૩૩ અને ચેન્નઇમાં ૮૦.૯૪ રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ફરી એક વખત કાચા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડૉલરની સામે નબળો થતો રૂપિયો પણ ભાવમાં વધારો કરવાનું એક કારણ છે. ગયા અઠવાડિયે કાચા તેલના ભાવમાં ખૂબ જ ઝડપી ભાવ વધારો જોવા મળ્યો હતો.ગયા અઠવાડિયે કાચા તેલના ભાવમાં ૫ ટકાનો વધારો થયો છે. તુર્કીમાં ચાલતા આર્થિક સંકટના કારણે રૂપિયો ગગડ્યો છે. તેના કારણે ઓઇલ કંપનીઓને કાચા ઓઇલની આયાત કરવા માટે વધુ ખર્ચ કરવાની જરૂર પડે છે. આ કારણે ઈંધણના ભાવો આસમાનને આંબી ગયા છે.
ચાર વર્ષ પહેલાં પ્રજાને અચ્છે દિનના સપના દેખાડતી મોદી સરકારની કથની અને કરનીમાં ઘણો ફરક દેખાઈ રહ્યો છે. આજે પેટ્રોલ અને ડિઝલના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાનો સહેજ પણ પ્રયત્ન કરતી નથી અને સામાન્ય જનતાને એક પછી એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં એક રૂપિયો કે પૈસાનો વધારો થતાં હાલના વડાપ્રધાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મનમોહનસિંહની આકરી ટીકા કરતા હતા અને તેમની નિષ્ફળતાઓ ગણાવવા લાગતા હતા ત્યારે આજે પોતાની જ સરકારમાં પેટ્રોલ-ડિઝલના ભાવો નવી સપાટીએ પહોંચ્યા છે ત્યારે મોદી સરકારે મૌન સેવી રાખ્યું છે.

Related posts

પાસપોર્ટની અરજી વખતે પોલીસ વેરિફિકેશન થશે ઓનલાઇન

aapnugujarat

પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી દુબઈમાં હોવાનું તારણ

aapnugujarat

राहुल गांधी रण छोड़ साबित हुए : शिवराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1