Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી દુબઈમાં હોવાનું તારણ

પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનો આરોપી અને હીરાનો વેપારી નિરવ મોદી દુબઈમાં છૂપાયો હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે.તપાસ એજન્સીઓએ નિરવ મોદી સામેની તપાસનો તાબડતોબ આરંભ કર્યો છે. સીબીઆઈએ સોમવારની સવારે મુંબઈની પીએનબીની બ્રેડ હાઉસ બ્રાન્ચને સીલ માર્યું હતું અને બેંક બ્રાન્ચ બહાર નોટિસ મુકી છે. નોટિસમાં લખ્યું છે કે આ બ્રાન્ચને વુરવ મોદી એલઓયુ મુદ્દે સીલ કરી દેવાઈ છે.હવે પીએનબીની આ બ્રાન્ચમાં કોઈ જ કામ નહીં થાય. બ્રાન્ચમાં પીએનબીના કર્મચારીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. બીજીબાજુ નિરવ મોદી ગ્રુપના સીએફઓ પૂછપરછ માટે સીબીઆઈ ઓફિસે પહોંચી ગયા છે.નિરવ મોદી દેશ બહાર છે અને વિશ્વભરમાં તેની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. તેઓ હાલમાં દુબઈમાં હોવાનું એજન્સીઓને જાણવા મળ્યું છે. થોડા દિવસ અગાઉ જ નીરવ મોદીએ બે નવો સ્ટોર્સ ખોલ્યા હતાં. નિરવ મોદી હાલમાં દુબઈમાં હોઈ શકે તેવું તપાસ એજન્સીઓનું તારણ છે, જોકે દુબઈમાં તેના ચોક્કસ લોકેશન વિશે કાંઈ જ કહેવામાં આવ્યું નથી.

Related posts

मोदी सरकार ने देश के अन्नदाता के साथ किया विश्वासघात : राहुल

editor

ऑक्सफोर्ड लैंग्विजेज ने ‘आत्मनिर्भर भारत’ को 2020 का हिंदी शब्द किया घोषित

editor

फारूक अब्दुल्ला ने भाजपा पर साधा निशाना, कहा – उनको याद रहे कि मैं शेर-ए-कश्मीर का बेटा हूं

editor

Leave a Comment

UA-96247877-1