Aapnu Gujarat
ગુજરાત

ભાનુભાઇ પર ચપટી માટી નાંખી પ્રથમવાર સ્મશાનમાં પ્રવેશી દલિત મહિલાઓ

પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચકચારી બનાવમાં સમીના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના સમાજિક કાર્યકર્તા ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યુ હતું. આ ચકચારી ઘટનામાં ૩ દિવસ બાદ મૃતક ભાનુભાઇ વણકરનાં પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું અને આ સમાધાન બાદ આજે ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ આવતા ઊંજા શહેર આજે હિબકે ચઢ્યું હતું. જોકે ભાનુભાઇની સ્મશાન યાત્રામાં સમાજના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાનુભાઇનાં દેહને રીત રીવાજ મુજબ દલિત સમાજના સ્મશાનમાં દફન કરવામાં આવ્યા હતા.પાટણ ખાતેના આ ચકચારી બનાવમાં રાજકારણ ગરમાઇ રહ્યુ છે. દલિત સમાજ આજે ભારે નારાજ જોવા મળ્યો હતો ભાનુભાઈ અંતિમ શ્વાસ સુધી સમાજની સેવામાં તેમણે ઋણ અદા કારતા આજે તેમના મોત બાદ પણ તેમની સહાદતને એડે નહી જવા દેવામાં આવે તેમ સ્થાનિક આગેવાનો એ જણાવ્યું હતું.
આજે સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી. જ્યારે ભાનુભાઈના કાર્ય થકી આજે વીર માયા બાદ ભાનુ ભાઈ એ શહીદી સમાજ માટે ભોગવી છે ત્યારે આવનારા સમયમાં તેમને હમેશા યાદ રાખવામાં આવશે અને શ્રદ્ધાંજલિ દર વર્ષે આપશે તેમ સ્થાનિકો એ જણાવ્યું હતું.
આ અંતિમ યાત્રામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આગેવાનો સાથે આવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે,”દલિત કાર્યકરે કરેલા આત્મદાહનો આજે શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં ગુંજશે”.દલિત મહિલાઓંના ઉથાન માટે કામ કારતાં ભાનુભાઈની અંતિમ વિધિમાં સ્મશાનમાં મહિલાઓં એ પણ તેમણે ચપટી માટી તેમની દફન વિધિમાં નાખીને પ્રથમવાર સ્મશાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આવનારા સમયમાં ભાનું ભાઈના થયેલા કાર્ય થકી આ મુદો હજુ પણ રાજકીય ગાર્માવો આપી જાય તેમ લાગી રહ્યો છે.

Related posts

गुजरात में पानी का गंभीर संकट : अधिकतर बांध खाली

aapnugujarat

ભાજપ ભયભીત હોવાના લીધે અશોભનીય શબ્દ પણ બોલે છે : ભરતસિંહ સોલંકી

aapnugujarat

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1