Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સામાન્ય રીતે મુ્‌સ્લિમો રામમંદિરના વિરોધી નથી, સૌની સાથે વાત કરીશ : શ્રી શ્રી

અયોધ્યા વિવાદને કોર્ટ બહાર ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર અયોધ્યા આવી પહોંચ્યા છે. તેમની આ પહેલને લઇને ઘણા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેના પર તેમણે કહ્યું, “આરોપો-પ્રત્યારોપોથી વાત નહીં બને. બેસીને વાત કરવી પડશે. મારી પાસે કોઇ ફોર્મ્યુલા નથી. વાત કરવાથી જ ફોર્મ્યુલા નીકળશે. હું સૌને મનાવવા આવ્યો છું.શ્રી શ્રીએ રામલલાના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ મસ્જિદ પક્ષકાર ઇકબાલ અન્સારી અને હાજી મકબૂલને મળ્યા.જ્યારે શ્રી શ્રી અયોધ્યા આવ્યા ત્યારે લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. શ્રીશ્રીએ મણિરામ દાસ છાવણીમાં મહંત નૃત્ય ગોપાલ દાસ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે રામલલાના દર્શન કર્યા.
રામલલાના દર્શન બાદ તેઓ મસ્જિદ પક્ષકાર ઇકબાલ અન્સારી અને હાજી મકબૂલને મળ્યા. શ્રી શ્રીએ કહ્યું કે વાતચીત ચાલી રહી છે. હમણા કંઇ પણ કહેવું ઉતાવણ ગણાશે.સીએમ યોગી આદિત્યનાથે કહ્યું,શ્રી શ્રી રવિશંકરે લખનઉ આવવાનું હતું એટલે તેઓ મારી પાસે આવ્યા. ૫ ડિસેમ્બરથી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.વાતચીતથી સમાધાન થવાનું હોત તો બહુ પહેલા થઇ ગયું હોત.છતાંપણ સંભાવના હોય તો કંઇ ખોટું નથી. સરકાર આમાં કોઇ પક્ષ નથી.સરકાર પોતાના તરફથી હાલ કોઇ પહેલ નહીં કરે, જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં છે.ઉલ્લેખનીય છે કે બુધવારે બંને વચ્ચે આશરે ૩૦ મિનિટની વાતચીત થઇ.બીજેપી, વીએચપી સહિત ઘણા હિંદુ સંગઠનો વિવાદિત જમીન પર રામમંદિર અને સુન્ની વકફ બોર્ડ સહિત ઘણા મુસ્લિમ સંગઠન ત્યાં મસ્જિદ હોવાનો દાવો કરે છે.હિંદુઓનું કહેવું છે કે તે જગ્યા રામજન્મ ભૂમિ છે, ત્યાં ભગવાન રામનું મંદિર હતું જેને મુગલ શાસક બાબરના સિપાઇ મીર બાકીએ ૧૫૨૮માં તોડાવી નાખ્યું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવી લીધી, જેને બાબરી મસ્જિદ કહેવામાં આવી.

Related posts

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે અઝહરુદ્દીનને જવાબદારી સોંપાઈ

aapnugujarat

લોકડાઉનની જાહેરાત થતા દિલ્હીમાં દારૂની દુકાને ભીડ જામી

editor

પેટ્રોલ ડીઝલની કિંમત દરેક શહેરોમાં ટેક્સ, ખર્ચના આધાર ઉપર અલગ અલગ રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1