Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોઈડામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, ડ્રાઇવરનું પણ મોત

ભાજપના નેતા શિવકુમાર યાદવ અને તેના બોડીગાર્ડને નિશાન બનાવવામાં આવ્યાં હતા. બાઈક પર સવાર બે અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભાજપના નેતા સહિત તેનો બોડીગાર્ડ માર્યો ગયો છે. ઘટના બિસરખ પોલીસ સ્ટેશનની છે, જ્યાં ભાજપ નેતા શિવકુમાર યાદવ પોતાના અંગત ગાર્ડ સાથે પોતાની માલિકિની શાળાએથી પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન જ કેટલાંક હથિયારધારીઓએ હુમલો કરતાં ભાજપના નેતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમની ગાડી પણ દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી.નોઈડાના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહેતા ભાજપનના નેતા ગુરૂવારે બપોરે પોતાની ફોર્ચ્યુનર કારમાં પોતાના સુરક્ષા ગાર્ડ સાથે હેબતપુર સ્થિત પોતાની સ્કૂલેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે આ હુમલો થયો.શિવકુમાર બે શાળાનું સંચાલન પણ કરે છે, ત્યારે તેઓ સ્કૂલેથી બાહોલપુર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા.
રસ્તામાં જ કેટલાંક હથિયારધારી હુમલાખોરે તેના પર હુમલો કરી દીધો હતો.નેતાજીની કાર એક સુરક્ષા ગાર્ડ જ ચલાવી રહ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં ભાજપના નેતા શિવકુમારનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના સુરક્ષા ગાર્ડને હોસ્પિટલમાં લઈ જતા સમયે મોતને ભેટ્યા હતા.હુમલો કયા કારણસર અને કોને કર્યો તે અંગે હાલ કોઈ જાણકારી નથી મળી.શિવકુમારની કારની આગળની સીટ પર કારનું ટાયર પડ્યું હતું. સાથે જ કાર દૂર્ઘટનાગ્રસ્ત પણ થઈ ગઈ હતી.એવું માનવામાં આવે છે કે હુમલાખોરના હુમલાથી બચવા માટે તેઓએ કાર ભગાવી હોય શકે છે જેના કારણે ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઈ હશે.
ભાજપના નેતાના માથાના અને છાતીમાં ગોળીઓ મારવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હોય શકે છે.
પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકઠાં કર્યા છે જે મુજબ તે વાત સામે આવી છે કે હુમલાખોરે કારમાં સવાર નેતાના સુરક્ષાકર્મીઓને વળતો જવાબ આપવાનો મોકો જ આપ્યો ન હતો.પોલીસે કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.  પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રોપર્ટીની તકરારના કારણે થઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

યુપીમાં ચાલુ ટ્રેનમાંથી પિતાએ બે પુત્રીને નીચે ફેંકી દીધી

aapnugujarat

કોરોનાના ચાર નવા વેરિયન્ટ વધુ ભયાનક હોવાનું અનુમાન

editor

नोटबंदी के बाद आईटीआर बदलने वालों की होगी जांचः सीबीडीटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1