Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકડાઉનની જાહેરાત થતા દિલ્હીમાં દારૂની દુકાને ભીડ જામી

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ વધુ ઝડપી બની છે. કોરોનાના વધતા કેસ મામલે દિલ્હી સરકારે ૧ અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન સોમવાર રાતના ૧૦થી જ લાગુ થશે અને ૨૬ એપ્રિલ સુધી રહેશે. લૉકડાઉનની જાહેરાત થવાની સાથે જ દારૂની દુકાનો પર ભીડ ભેગી થવા લાગી હતી.લોકો કોરોનાથી બચવા વેક્સિન લગાવડાવે છે અને અન્ય નિયમોનું પાલન કરે છે ત્યારે દિલ્હીના શિવપુરી ગીતા કોલોનીમાં એક મહિલાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યું કે,‘ઈન્જેક્શનથી કોઈ ફાયદો નહીં થાય, જે ફાયદો થશે એ આ દારૂથી થશે. જેટલો દારૂ વેચાશે તે પીનારા લોકો સ્વસ્થ રહેશે.’
લૉકડાઉન અંગે સવાલ કરતા મહિલાએ કહ્યું કે,‘અમને તો માત્ર દારૂની દુકાનો ખુલી રહે એટલું જોઈએ.દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી ૨૬ એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે.
આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.દિલ્હી માટે નિર્ણય લેવો આસાન નહોતો. લોકોના રોજગાર પૂરા થઈ જાય છે. રોજમદાર જીવન જીવનારા પર મોટી મુશ્કેલી પડી હતી. પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા લાગ્યા હતા. આ વખતે આ નાનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં સમય અને પૈસા ખરાબ થશે. દિલ્હીથી બહાર કોઈ ના જશો. કદાચ તેને વધારવાની જરૂર નહીં. બધા સાથે મળીને કામ કરીશું તો જલદીથી તેના પર જીતી જઈશું.દિલ્હીના તમામ નાગરીકોને અપિલ છે કે લોકડાઉની સખત વિરોધી છું. લોકડાઉનથી કોરોના પૂરો નથી થતો પરંતુ તેની સ્પીડ ઘટે છે. લોકોમાં સંક્રમણની એક મર્યાદા વધી રહી છે . છ દિવસમાં ખૂબજ કાર્ય કરીશું. કેન્દ્રમાંથી અમે મદદ માગી છે. ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરીશું. તમામ લોકોને અપીલ છે કે ઘરની બહાર ના નીકળશો. આ કઠીન નિર્ણયમાં તમે સાથ આપો. આપણે તેનો મુકાબલો કરીને જીતીશું.
આ દરમિયાન સીએમ કેજરીવાલે ટિ્‌વટ કર્યું છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ વિલેજ, યમુના સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ અને સરકારી શાળાની મુલાકાત લીધી છે. આ ત્રણ સ્થળોએ ટૂંક સમયમાં ૧૫૦૦ ઓક્સિજન બેડ એક્ટિવ થઇ જશે.
દિલ્હી પોલીસે વીકએન્ડના લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. રવિવારે કુલ ૫૬૯ એફઆઈઆર નોંધવામાં આવી અને ૩૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ૨,૩૬૯ ચલણ કાપવામાં આવ્યાં.

Related posts

શ્રીશ્રીની સંસ્થાના પરિણામે યમુનાને નુકસાન થયું

aapnugujarat

સેનાના જવાનો પાસે હજુ પણ આધુનિક શસ્ત્રો નથી

aapnugujarat

દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના બે વકીલોએ છ સંપત્તિઓ ખરીદી

editor

Leave a Comment

UA-96247877-1