Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાની રસીની અછત દૂર કરો : મોદી

કોરોના વાયરસ કેસના રેકોર્ડ આંકડા સામે આવવાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી. તેમણે અધિકારીઓને વેકસીનનું ઉત્પાદન વધારવા માટે દરેક શકય પ્રયાસ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યું કે વેકસીન માટે દેશની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે પછી તે સરકારી હોય કે ખાનગી.
ટોચના અધિકારીઓની મીટિંગ મહામારીને નાથવાની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે બોલાવામાં આવી હતી. તેમાં દવાઓ, વેન્ટિલેટર્સ, ઓક્સિજન અને વેકસીનેશન પર વાત થઇ. મોદીએ અધિકારીઓને કહ્યું કે એ રાજ્યોની સાથે સમન્વય બનાવામાં આવે જ્યાં કોવિડના કેસીસ વધુ છે. તેમણે કોવિડ દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ વધારવાના પણ નિર્દેશ આપ્યા.
શનિવારના રોજ કેન્દ્રની મોટી ફાર્મા કંપનીઓ સાથે વાતચીત બાદ રેમડેસિવીર દવાના ભાવ ઓછા થઇ ગયા છે. પીએમે કોવિડ દર્દીઓની સારવારમાં ઉપયોગ થનાર દવાની ઉપલબ્ધતાની સમીક્ષા કરી. મોદીએ કહ્યું કે દવાઓની પૂરતી ઉપલબ્ધતા રહે તેના માટે સ્થાનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે.
મોદીએ અધિકારીઓને કહ્યું કે તેઓ રિયલ-ટાઇમ સપ્લાય ચેન મેનેજમેન્ટ સાથે જોડાયેલા રાજ્યોના મુદ્દાને ઝડપથી ઉકેલે. તેમણે ફાર્મા પ્રોડક્ટસનો દુરૂઉપયોગ અને કાળાબજારીને રોકવા માટે પગલાં ભરવાની વાત પણ કહી.
વધતી ડિમાન્ડને જોતા પીએમે અપ્રૂવ્ડ મેડિકલ ઑક્સિજન પ્લાન્ટસના ઇંસ્ટોલેશનને ઝડપી કરવાનું કહ્યું. અધિકારીઓએ પીએમને માહિતી આપી કે એક લાખ સિલિન્ડર્સ પ્રાપ્ત કરવામાં આવે છે જે ઝડપથી રાજ્યોને સપ્લાય કરાશે. ૩૦ એપ્રિલ સુધીમાં સૌથી વધુ કેસવાળા ૧૨ રાજ્યોમાં સપ્લાયનો એક ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો છે.

Related posts

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ, ‘બ્રેક ધ ચેન’ના નામે ગયા વર્ષનું પુનરાવર્તન થાય એવો ભય

editor

मायावती के सरकारी बंगले के बाहर लगा विश्राम का बोर्ड

aapnugujarat

સરકારે ગીરમાં ૩૭ સિંહોના મોત મામલે સંસદમાં કર્યો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1