Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત અને પોલેન્ડ વચ્ચે નાગરિક ઉડ્ડયન સહકાર માટેની સમજૂતિને કેબેનેટની મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને પોલેન્ડ વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહકાર માટેનાં સમજૂતિપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.
બંને સરકારે મંજૂરી આપ્યા બાદ બે દેશ વતી હવે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર થઈ શકશે. આ સમજૂતિ પત્ર પાંચ વર્ષના ગાળા માટેના રહેશે.આ કરારનો હેતુ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહકારનાં પરસ્પર લાભોને નિશ્ચિત કરીને ભારતમાં પ્રાદેશિક એર કનેક્ટિવિટીને સ્થાપવા અને તેમાં સુધારો કરવાની બાબતોમાં ખાસ નોંધપાત્ર બની રહેવાનો છે. બંને પક્ષે પર્યાવરણનાં પ્રયોગો કે તેની મંજૂરીનાં પરસ્પર લાભોને પારખવા ઉપરાંત એરક્રાફ્ટ મેન્ટેનન્સ સુવિધાને બહાલી, મેન્ટેનન્સ પર્સોનલ અંગે બહાલી અને એર ક્રૂ સદસ્યોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવા માટેનાં આ સમજૂતિ પત્રનાં કેટલાક મુખ્ય હેતુઓ આ મુજબ છે.ક. ભારત અને પોલેન્ડ વચ્ચેનાં સહકારને માઠી અસર કરી શકે તેવા કાનૂની અને કાર્યપ્રણાલિનાં મુદ્દાઓની સમીક્ષા દ્વારા નાગરિક ઉડ્ડયન બજારને ટેકો આપવો.
ખ. હવાઈ સેવા નિયમો, પ્રાંતિય હવાઈ સેવા સહકાર, ઉડ્ડયનની જરૂરિયાત અને સુરક્ષાનાં ધોરણોથી લઈને એર ટ્રાન્સપોર્ટમાં સુરક્ષા અને સલામતી વધારવા જેવા મુદ્દે મંત્રાલય અને જે તે નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ વચ્ચે નિષ્ણાતો અને માહિતીની આપ-લે કરવી અને/અથવા..
ગ. હવાઈ સુરક્ષા, સંપૂર્ણ સલામતી, હવાઈ સેવાની સવલતો, ફ્લાઇટ ઓપરેશન્સ, પરવાના, વિવિધ નિયમો ઘડવા અને તેનું પાલન કરવું વગેરે બાબતો પર સાથે મળીને કામ કરવું અથવા સંયુક્ત વિકાસ હાથ ધરવો અને/અથવા..ઘ. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા પક્ષોનાં પ્રતિનિધિઓને સાથે રાખીને હવાઈ સુરક્ષા અંગેની કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મસલતો, સંયુક્ત સંસ્થાઓ અને અથવા કોન્ફરન્સ યોજવી અને પ્રોફેશનલ સેમિનાર યોજવા, વર્કશોપ, ચર્ચાઓ અને અન્ય પ્રવૃત્તિ હાથ ધરવી; અને / અથવા…
ચ. પક્ષોનાં પરસ્પર હિતોનાં વિકાસ માટે મંત્રાલય અને જે તે નાગરિક ઉડ્ડયન સુરક્ષા સંબંધિત વિભાગ વચ્ચે માહિતી, જ્ઞાન, કુશળતા અને અનુભવની આપ-લે માટે નિયમિત બેઠકો યોજવી અને મંત્રણા કરવી..
છ. નાગરિક ઉડ્ડયન સુરક્ષા માટે પરસ્પર હિતોનાં મુદ્દે સાથે મળીને સંશોધન અને અભ્યાસ કરવો.

Related posts

स्विस बैंकों में भारतीयों के निष्क्रिय खातों का वारिस नहीं

aapnugujarat

કેજરીવાલે દિલ્હીમાં અનલોકની જાહેરાત

editor

રાહુલ ગાંધીના દત્તક ગામમાં કોઇપણ નવી સુવિધાઓ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1