Aapnu Gujarat
ગુજરાત

ત્રાસવાદી ઉબેદ-કાસીમના પરપ્રાંતિય કનેકશનો ખુલ્યા

સુરતમાંથી થોડા દિવસ પહેલાં ઝડપાયેલા આઇએસઆઇએસના બે આંતકવાદીઓ ઉબેદ મીરઝા અને મહંમદ કાસીમ સ્ટીમરવાલાની તપાસમાં એટીએસને બહુ મહત્વની સફળતા મળી છે અને આ બંને આંતકવાદીઓના દેશના અન્ય રાજયોમાં સંપર્કો હોવાના ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેને પગલે એટીએસના અધિકારીઓએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ હવે દેશના ૧૦ જેટલા રાજયોમાં આંતકવાદીઓના કનેકશનની તપાસ હાથ ધરશે. એટીએસની ટીમો ગુજરાત બાદ હવે દિલ્હી, રાજસ્થાન, ચેન્નાઇ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં તપાસ અર્થે જશે. આઇએસઆઇએસના બંને આંતકવાદીઓની એટીએસની તપાસમાં તાજેતરમાં જ તેઓના મોબાઇલ ફોન અને એક પેન ડ્રાઇવમાંથી અનેક વીડિયો અને સંવેદનશીલ માહિતી મળી આવ્યા હતા. જેમાં આંતકી ઉબેદ મીરઝા કોઇ અગાશી પરથી નાળચાવાળી બંદૂકમાંથી ફાયરીંગ કરતો હોવાનો વિડિયો જાહેર થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટીએસના અધિકારીઓએ આ વિડિયો અંગે વધુ તપાસ હાથ ધરી હતી. એ પછી ઉબેદનો બીજો આવો જ ફાયરીંગ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને આંતકવાદીઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં યહૂદી ધર્મસ્થાન પર ખતરનાક આંતકવાદી હુમલો કરવાના હતા અને આ વીડિયો નવેક મહિના જૂનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતુ. તેથી ઉબેદ મીરઝા હુમલા માટે ફાયરીંગની પ્રેકટીસ કરતો હોવાનું પણ તપાસમાં ફલિત થયું હતુ. આ વીડિયો સામે આવ્યા બાદ હવે એટીએસના અધિકારીઓએ ફાયરીંગ કર્યુ ંતે સ્થળ, જગ્યા, જે બંદૂકમાંથી ફાયરીંગ કરાયું તે કોની હતી અને તેનું લાયસન્સ છે કે કેમ અને આગામી તેઓના શું પ્લાનીંગ હતા તે સહિતના મુદ્દાઓને લઇ તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ સુરત હોવાનું અને બંદૂક તેના કાકાની હોવાની હકીકત સામે આવી હતી. એટીએસએ આ સમગ્ર પ્રકરણમાં સુરતના સ્થાનિક બોટાવાલા મસ્જિદના મુફતી ઇશાકની પણ પૂછપરછ કરી હતી. આંતકવાદી ઉબેદ મીરઝા અને મહંમદ કાસીમ સ્ટીમરવાલાના આંતકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ) સાથેના કનેકશનના મજબૂત પુરાવા પણ પ્રાપ્ત થયા છે. આ બંને આંતવાદીઓએ જે યુવક અને યુવતી સાથે વાતચીત કરી હતી, તેઓની પણ એટીએસએ તપાસ કરી હતી. બંને આંતકવાદીઓના વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. દરમ્યાન એટીએસના અધિકારીઓને હવે આ બંને આંતકવાદીઓના દેશના દસ જેટલા રાજયોમાં કનેકશન હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થતાં એટીએસ પણ ચોંકી ઉઠી હતી. જેથી હવે એટીએસની ટીમો દ્વારા દસ જેટલા જુદા જુદા રાજયોમાં તપાસનો દોર આગળ ધપાવાશે.

Related posts

जगन्नाथजी, बहन सुभद्रा, बलराम को सोना और चांदी के आभूषण चढ़ाया गया

aapnugujarat

गुजरात में ई-सेवा सेतु से जुड़े 8 हजार गांव

editor

મહેસાણાના સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1