Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર નેતા નચિકેત મુખી તેમજ પરિવાર ઉપર હુમલો

પાટીદાર નેતા નચિકેત મુખીની કાર પર આજે સાંજે વસ્ત્રાલ ગામ પાસે જીવલેણ હુમલો કરાતાં ગુજરાતના રાજકારણમાં ફરી એક વધુ વિવાદ ગરમાયો છે. નચિકેત મુખીનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો. જો કે, તેમણે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આમ, ભાજપ પર પાટીદાર નેતાઓના એક પછી એક આક્ષેપો વધતા જાય છે. પાટીદારો અને ભાજપ વચ્ચેની ખાઇ એક પછી એક બનાવોને લઇ જાણે વધતી જાય છે. હાર્દિક પટેલના વિવાદીત કથિત વીડિયો બોંબ અને સીડીઓનો હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તો, આજે સાંજે પાટીદાર નેતા નચિકેત મુખી પર હુમલાની ઘટના સામે આવી હતી, જેને લઇ ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી હતી. ખાસ કરીને પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. નચિકેત મુખી પોતાની કારમાં પરિવારજનો સાથે બેઠા હતા એ વખતે કેટલાક શખ્સો દ્વારા તેમની ગાડી પર હુમલો કરાયો હતો અને ભારે આંતક મચાવાયો હતો. જો કે, આ હુમલામાં નચિકેત મુખી બચી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, ભાજપના સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં નચિકેત મુખી અને તેમના પરિવાર પર હુમલો થયો હતો. દરમ્યાન નચિકેત મુખીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ભાજપના લુખા માણસોએ તેમની અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો છે. હુમલાને પગલે નચિકેત મુખી તેમના સંખ્યાબંધ સમર્થકો સાથે રામોલ પોલીસ મથક પર પહોંચ્યા હતા અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ, પોલીસે નચિકેત મુખીનો મોબાઇલ જપ્ત કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. કારણ કે, મોબાઇલમાં હુમલા અંગેના વીડિયો રેકોર્ડીંગ હતા, તેથી પાટીદાર સમર્થક અને કાર્યકરો ભારે રોષે ભરાયા હતા અને તાત્કાલિક મોબાઇલ પરત કરવાની ઉગ્ર માંગણી કરી પોલીસમથકમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયા પર આ જ પ્રકારે હુમલો કરાયો હતો. જેમાં તેમને માથામાં ઇજા થઇ હતી. પાટીદાર નેતાઓને આ પ્રકારે એક પછી એક હુમલાના નિશાન બનાવાઇ રહ્યા છે તેને લઇને પણ ગંભીર સવાલો ઉઠયા છે કે, આ પ્રકારના હુમલાઓ કોના ઇશારે થઇ રહ્યા છે અને કયા કારણથી થઇ રહ્યા છે. આગામી દિવસોમાં પાટીદારોની લડત ભાજપ સામે વધુ ઉગ્ર બને તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે.

Related posts

अहमदाबाद में प्रधानमंत्री मोदी और जापान के प्रधानमंत्री का स्वागत धूमधाम से किया जाएगा : ५० स्टेज बनाये जायेंगे

aapnugujarat

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

aapnugujarat

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1