Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના પૂર્વ સાંસદે અયોધ્યા મુદ્દે સમાધાન માટે શ્રીશ્રીનો પ્રસ્તાવ ફગાવ્યો

રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ અયોધ્યા મદ્દે સમાધાન માટે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરની મધ્યસ્થતાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો છે.કાલ્કિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચેલા રામ જન્મભૂમી ન્યાસના સભ્ય વેદાંતીએ કહ્યું કે શ્રીશ્રી આ આંદોલન સાથે ક્યારેય જોડાયેલા રહ્યા નથી. તેથી તેની મધ્યસ્થતા મંજૂર નથી. વેંદાતીએ દોહરાવ્યું કે શ્રીશ્રી રવિશંકરની મધ્યસ્થતા કોઇ પણકાળે સ્વિકારાશે નહીં. રામ જન્મભૂમિ આંદોલન રામ જન્મભૂમી ન્યાસ અને વિશ્વ હિન્દૂ પરિષદે લડ્યું છે. તેથી આ વાતચીતનો અવસર બંને સંગઠનોને મળવો જોઇએ.વેદાંતીએ સવાલ કર્યો કે શ્રીશ્રી ક્યારેય પણ આંદોલન સાથે જોડાયેલા નથી તો કેવી રીતે મધ્યસ્થતા કરી શકે. વેદાંતીને કહ્યું કે, જેમણે આજદિન સુધી રામ લલાના દર્શન નથી કર્યા તેઓ મધ્યસ્થતા કેવી રીતે કરી શકે. તેઓ આ આંદોલનમાં જેલમાં ગયા અને કેસ લડ્યા. તેમણે સવાલ કર્યો કે શ્રીશ્રી રવિશંકર આ મામલાને ઉકેલવાનું પાત્રતા ક્યાં ધરાવે છે. તેમણે પહેલા રામલલાના દર્શન અને પૂજા કરવી જોઇએ. વેદાંતીએ કહ્યું કે આ મુદદે મુસ્લિમ ધર્મગુરૂ આગળ આવે અને સામે બેસીને વાત કરે. હિન્દુ અને મુસ્લિમ બેસીને આ મામલાનો ઉકેલ લાવે. આપસી સહમતીના આધારે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે.

Related posts

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક માસમાં ૬-૮ રૂપિયાનો ઘટાડો

aapnugujarat

દિલ્હીમાં સાત વર્ષની છોકરીની ફરિયાદ પર રાજઘાટ પરનો સ્ટાફ બદલાયો

aapnugujarat

मुंबई के आसमान से छटे आफत के बादल, हाई टाइड की चेतावनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1