Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તબાહી મચાવી શકે છે કીમનો કેમિકલ બોમ્બ

પહેલા ન્યૂક્લિયર બોમ્બ- પછી હાઈડ્રોજન બોમ્બ અને હવે કેમિકલ બોમ્બ.. બોમ્બના શોખિન ઉત્તર કોરિયાના તાનાશાહ માર્શલ કિમ જોંગ ઉનનો આ શોખ ક્યારે અને ક્યાં પૂરો થશે તે ખબર નથી. અમેરિકા અને જાપાનની તો ખબર નથી પણ પડોશી મુલ્ક દક્ષિણ કોરિયાને કિમના હાઈડ્રોજન બોમ્બથી વધારે કેમિકલ બોમ્બથી ડર લાગી રહ્યો છે. કેમ કે આ કિમનો કેમિકલ બોમ્બ લોકોને બીમાર કરીને તડપાવી-તડપાવીને મારશે..ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન ઉને હવે એવું હથિયાર તૈયાર કર્યું છે કે બમ્બ-બારુદ વિના પૂરી માનવજાતને મોતની પથારીમાં ઉંઘાડી શકે છે. કિમ કેમિકલ બોમ્બ બનાવવાની તૈયારીઓમાં છે. આ કેમિકલ બોમ્બ જ્યારે ફૂટશે તો અનેક પ્રકારની બીમારી ફેલાશે જેનાથી પીડાઈને લોકો મોતનાં મોમાં ધકેલાશે..
કિમનાં આ નવા કારનામાનો ખુલાસો કરનારી અમેરિકી થિંક ટેંક બેલ્ફર સેન્ટરના સનસનીખેજ રિપોર્ટે દુનિયાની ઉંઘ હરામ કરી દીધી છે. આ રિપોર્ટ મુજબ કિમ જોન ઉને માત્ર ન્યૂક્લિયર બોમ્બ જ નહી.. પણ બાયોકેમિકલ બોમ્બ પણ બનાવ્યો છે. જે ફાટતાં પ્લેગ- બળિયા જેવી ભયંકર બીમારીથી મહામારી સર્જાશે..
ઉત્તર કોરિયાની હથિયારો સાથે જોડાયેલી ટીમમાં કામ કરી ચૂકેલા લોકોના નિવેદનના આધાર પર થિંકટેંક બેલ્ફર સેન્ટરે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.જેમાં સ્પષ્ટ કહ્યું છે કે ઉત્તર કોરિયામાં આ કામ ઘણા સમયથી થઈ રહ્યું છે. પણ કોરિયા માટે બાયોકેમિકલ વેપન નવું નથી. કોરિયા યુદ્ધ બાદ ૧૯૫૦ અને ૧૯૫૩ વચ્ચે હજારો લોકોના મોત ભયંકર બીમારીના પ્રકોપથી થયા હતા. જેના માટે અમેરિકાના જૈવિક હથિયારોને જવાબદાર ગણાવ્યા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ઉત્તર કોરિયાના પૂર્વ રાજદ્વારી તાએ યોઉંગના કહેવા પ્રમાણે ઉત્તર કોરિયાએ ૧૯૬૦ના દશકમાં જ કેમિકલ અને જૈવિક હથિયારો વિકસિત કરવાનું કામ શરૂ કરી દીધું હતું.અમેરિકા સહિત સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રતિબંધો અને ચેતવણીઓ છતાંય ઉત્તર કોરિયા હવે પરમાણુ હથિયાર સાથે જે જૈવિક હથિયાર વિકસિત કરી રહ્યું છે. ઉત્તર કોરિયાના આ નવા બીમારી બોમ્બે દુનિયાની ચિંતા વધારી દીધી છે.

Related posts

ભારત ફિનટેક કંપનીઓ માટે અવસરના દ્વાર તરીકે છે

aapnugujarat

हमले का आरोप लगाना बंद करे अफगानिस्तानःमलीहा लोधी

aapnugujarat

ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા નથી તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1