Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક માસમાં ૬-૮ રૂપિયાનો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે રવિવારના દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૪૦-૪૧ પૈસા સુધીનો અને ડીઝલની કિંમતમાં ૪૫-૪૬ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘટાડાનો દોર યથાવતરીતે જારી રહેતા લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદથી બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિબેરલ ૫૯.૦૪ ડોલર સુધી પહોંચી ગઈ છે જે હાલના સમયની સૌથી ઓછી કિંમત છે. તેલ કિંમતોમાં ઘટાડાનો દોર હજુ જારી રહી શકે છે. નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંતમમાં પાંચ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૪.૩૦ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઘટાડાના લીધે વાહનચાલકો સહિત સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મળી છે. એક સપ્તાહના ગાળામાં જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. આજે સતત ચોથા દિવસે ઘટાડો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલન કિંમતમાં ઓગષ્ટના મધ્યથી વધારો શરૂ થયા બાદ ભાવ વધારાન ભારતમાં શરૂઆત થઇ હતી.છેલ્લા એક મહિનાથી તેલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. હવે કિંમતો ઓગષ્ટ મહિના કરતા પણ ઓછી થઇ ગઇ છે. ઓક્ટોબર મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તે પહેલા અવિરત ભાવ વધારાના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતુ. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે.
તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે.

Related posts

पीएम ने बुलाई सभी दल के प्रमुखों की मीटिंग, ममता नहीं होंगी शामिल

aapnugujarat

राजीव गांधी की 75वीं जयंती: मुखर्जी समेत कांग्रेस के कई नेताओ ने दी श्रद्धांजलि

aapnugujarat

એપ્રિલમાં જ થશે મે મહિનાની ગરમીનો અનુભવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1