Aapnu Gujarat
બિઝનેસ

૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૪૦૩૪ કરોડ સુધી ઘટાડો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૪૦૩૪.૨૬ કરોડનો ઘટાડ થઇ ગયો છે. આઈટીની મોટી કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેની માર્કેટ મૂડીમાં ૨૫૧૪૦.૩૭ કરોડનો ઘટાડો થયો છે. ગુરુવારના દિવસે પુરા થયેલા કારોબારી સપ્તાહમાં જ રિલાયન્સ, ટીસીએસ, એચયુએલ, ઇન્ફોસીસ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થય છે. એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે ગુરુનાનક જ્યંતિના પ્રસંગે શેરબજારમાં રજા રહી હતી. ટીસીએસની માર્કેટમૂડીમાં આ ગાળા દરમિયાન ૨૫૧૪૦.૩૭ કરોડનો ઘટાડો થતાં ગુરુવારના દિવસે પુરા થયેલા કારોબાર દરમિયાન માર્કેટ મૂડી ઘટી ૬૮૧૧૫૧.૬૩ કરોડ થઇ હતી. આરઆઈએલની માર્કેટ મૂડી ૧૫૬૧૪.૯૨ કરોડ ઘટી ૬૯૯૦૪૪.૦૮ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. બીજી બાજુ હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં ૩૪૮૫.૦૬ કરોડનો ઘટાડો થયો હતો. આઈટીસીની માર્કેટ મૂડીમાં વધારો થતાં તેની મૂડી ૩૪૩૩૭૪.૯૨ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૪૭૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. ગુરુવારના દિવસે શેરબજારમાં સપાટી ૩૪૯૮૧ રહી હતી. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા ક્રમ પર અકબંધ છે. ટોપ ટેન રેંકિંગમાં છેલ્લા કેટલાક દિવસથી આરઆઈએલની માર્કેટ મૂડીમાં અવિરત સુધાર અને ટીસીએસમાં ઘટાડાના લીધે આરઆઈએલ પ્રથમ ક્રમાંકે પહોંચી છે. બંને વચ્ચે નજીકની સ્પર્ધા જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. એચડીએફસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૧૭૫૪.૩૮ કરોડ સુધી વધી છે.

Related posts

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રિટનને પછાડી શકે છે ભારત

aapnugujarat

अमेजन और फ्लिपकार्ट ने एफडीआई का किया उल्लंघन

aapnugujarat

5 ट्रिलियन डॉलर इकॉनमी, 9 फीसदी चाहिए ग्रोथ : ईवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1