Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંક ખાતાને આધારની સાથે લિંક કરવાને કોર્ટમાં પડકાર

આધારને ફરજિયાત કરવાને લઇને મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બેંક એકાઉન્ટને અથવા તો બેંક ખાતાઓને આધાર કાર્ડ સાથે લિંક કરવાની બાબત પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરજિયાત છે. આરબીઆઈના આ નિર્ણયની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં પ્રાઇવેસી ભંગના મામલાને લઇને આધારની સામે શ્રેણીબદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી ચુકી છે જેના ઉપર હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટમાં આ નવી અરજી કલ્યાણી મેનન સેન દ્વારા દાખળ કરવામાં આવી છે. તે પોતાને મહિલાઓ સાથે સંબંધિત તકલીફોને દૂર કરનાર કાર્યકર તરીકે ગણાવે છે. છેલ્લા ૨૫ વર્ષથી મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને કલ્યાણ મેનન સેન ઉઠાવતી રહી છે. કલ્યાણીએ ૨૩મી માર્ચના દિવસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રને પણ પડકાર ફેકંવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ નાગરિકોને પોતાના મોબાઇલ નંબરને પણ આધાર સાથે લિંક કરવાની જરૂર પડશે. તેમનું કહેવું છે કે, બંને નિર્ણયથી લોકોની પ્રાઇવેસીનો ભંગ થઇ રહ્યો છે જેથી આ બિનબંધારણીય છે. સેને પોતાની અરજીમાં દલીલ કરી હતી કે, પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ કાયદા હેઠળ નિયમોમાં સુધારા કરીને બેંક ખાતાઓની સાથે આધારને જોડવાની બાબત એવા નિયમનો ભંગ થાય છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાયોમેટ્રિકનો હિસ્સો બનવાની બાબત સ્વૈચ્છિક રહેશે. કલ્યાણીની અરજી પર આગામી સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ મહિનામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આધારને લઇને હવે પાંચ જજની બેંચ દ્વારા નિર્ણય કરાશે.

Related posts

પાક.ની જીતની ઉજવણી કરનાર લોકો ત્યાં જતા રહે : લધુમતી પેનલ ચીફ હસન રિઝવી

aapnugujarat

ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન મકાનની લિફ્ટ તૂટતાં ચારનાં મોત

aapnugujarat

हरियाणा बीजेपी ने जारी की प्रत्याशियों की लिस्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1