Aapnu Gujarat
મનોરંજન

અજય દેવગણની ગોલમાલ અગેઇને રેકોર્ડ કમાણી કરી

બોક્સ ઓફિસ ઉપર અજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેઇન પ્રથમ દિવસે જ રેકોર્ડ કમાણી કરી ગઇ છે. આ ફિલ્મે પ્રથમ દિવસે કુલ ૩૦.૧૪ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આમા કોઇ શંકા નથી કે, ગોલમાલની હજુ સુધીની સિરિઝની તમામ ફિલ્મોને લોકો પસંદ કરી રહ્યા છે. ગોલમાલ અગેઇન ફિલ્મ ગોલમાલની ચોથી ફિલ્મ સિરિઝ છે. અગાઉની તમામ ફિલ્મો પણ નોંધપાત્ર આવક મેળવી ચુકી છે. આ અગાઉ ૨૦૧૪માં આવેલી અજય દેવગણની ફિલ્મ સિંઘમ રિટર્ને પણ પ્રથમ દિવસે ૩૨.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ ઉપર આ વર્ષે પ્રથમ દિવસની કમાણીના મામલામાં હવે અજય દેવગણે બોલીવુડના ત્રણેય ખાનને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. સલમાન, આમીર, શાહરુખ ખાનને પાછળ છોડી દીધા છે. ગોલમાલ અગેઇનથી એક દિવસ પહેલા જ રજૂ કરવામાં આવેલી આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારે પ્રથમ દિવસે જ ૪૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે કલમાન ખાનની ટ્યુબલાઇટ ફિલ્મે ૨૧.૧૫ કરોડ અને શાહરુખ ખાનની રઇશે ૨૦.૪૨ કરોડની કમાણી કરી હતી. ગોલમાલ અગેઇનને લઇને ચાહકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે બે બે વર્ષમાં ગોલમાલ સિરિઝની ફિલ્મો રજૂ કરનાર નિર્દેશક રોહિત શેટ્ટીને ગોલમાલ અગેઇન રજૂ કરવામાં સાત વર્ષનો સમય ગાળો લાગ્યો છે. ગોલમાલ અગેઇન ફિલ્મ મનોરંજનથી ભરપુર ફિલ્મ છે. જેમાં અજય દેગવણ ઉપરાંત અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમૂ, શ્રેયસ, જોની લિવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી, તબ્બુ અને પરિણીતી ચોપરાનો સમાવેશ થાય છે. ફિલ્મની પટકથા જમનાદાસ અનાથ આશ્રમના છ બાળકો ઉપર આધારિત છે જેમાં આ તમામ કલાકારોને આવરી લેવામાં આવ્યા છે. બાહુબલી-૨ ફિલ્મે સૌથી ઉલ્લેખનીય કમાણી વર્ષ ૨૦૧૭માં પ્રથમ દિવસે કરી હતી ત્યારબાદ હવે ગોલમાલ અગેઇન બીજા ક્રમે છે. ડેવિડ ધવનની હાલમાં જ રજૂ કરવામાં આવેલી જુડવા-૨ ફિલ્મે પ્રથમ દિવસે ૧૬ કરોડની કમાણી કરી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર એકંદરે ૨૦૦ કરોડની કમાણી કરી ચુકી છે અને વર્ષની સૌથી સફળ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.

Related posts

સુનિલ દત્તની આમ્રપાલી ફિલ્મની રિમેકની તૈયારીઓ

aapnugujarat

भारत के प्रधानमंत्री बनने की प्रियंका चोपड़ा ने जताई इच्छा

aapnugujarat

કંગના લક્ષ્મીબાઇની ફિલ્મને લઇ ખુબ વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1