Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૫૮ થયો

સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં થયેલા વિનાશકારી બોમ્બ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને આજે ૩૫૮ ઉપર પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. જેથી આ આંકડો વધી શકે છે. ઘાયલ થયેલા લોકો પૈકી પણ કેટલાક ગંભીર છે. સંયુક્ત રાષ્ટ્રે પણ આ હુમલાની ટિકા કરી છે. સોમાલિયાના પાટનગરમાં સૌથી શક્તિશાળી બ્લાસ્ટ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૭માં અહીં ત્રાસવાદી ઘટનાઓની શરૂઆત થયા બાદથી હજુ સુધીના સૌથી મોટા અને વિનાશક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. કે-૫ ઇન્ટર સેક્શન પર એક હોટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સરકારી ઓફિસો, રેસ્ટોરન્ટ, ટેલિફોન બૂથ અને અનેક ઇમારતો આવેલી છે. બ્લાસ્ટના કારણે વિસ્તારમાં અનેક વાહનોમાં આગ ફાટી નિકળી હતી. બે કલાક બાદ મેદિના જિલ્લામાં વધુ એક બ્લાસ્ટ થયો હતો. પોલીસના કહેવા મુજબ આ બેવડા બ્લાસ્ટમાં મોતનો આંકડો ૩૫૮ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ થયેલાઓની સંખ્યા ૬૪૨થી પણ વધુ આંકવામાં આવી છે. રક્તરંજિત સોમાલિયાના ઇતિહાસમાં આ પ્રકારના બ્લાસ્ટને અલકાયદા સાથે જોડાયેલા અલ સબાબ સંગઠન દ્વારા અંજામ આપવામાં આવ્યા છે. આ સંગઠનનું મોગાદિશુ ઉપર અંકુશ હતું પરંતુ દબાણના કારણે ૨૦૧૧માં તેને કબજાને છોડી દેવાની ફરજ પડી હતી. મોતનો આંકડો વધી શકે છે. ખુબજ ભરચક વિસ્તારને ટાર્ગેટ બનાવીને ટ્રક મારફતે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તો પૈકીના અનેક ગંભીર હોવાથી આને લઇને પણ તંત્ર ચિંતાતુર છે. સોમાલિયા ટ્રક બોંબ બ્લાસ્ટમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ઘાયલો પૈકી અનેકની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા ૫૬ દર્શાવવામાં આવી છે. ૧૪મી ઓક્ટોબરના દિવસે ટ્રકમાં વિસ્ફોકટો ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અતિવ્યસ્ત ગણાતા મોગાદિશુમાં કરાયેલા આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ ઇમારતો ધરાશાયી થઇ હતી. આ ટ્રકમાં ૫૫૦ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો. ઘાયલો પૈકી ૧૨૨ લોકોને સારવાર માટે તુર્કી, સુડાન અને કેન્યા મોકલવામાં આવ્યા છે. અમેરિકી સેનાનું કહેવું છે કે, આ સપ્તાહમાં જ તે સોમાલિયામાં અલ સબાબની સામે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા માટે આ સંગઠનને જ જવાબદાર તરીકે ગણવામાં આવ્યા બાદ તેની કામે કાર્યવાહી કરવામાં આવી હતી. સોમાલિયામાં રક્તપાતનો દોર યથાવતરીતે જારી રહ્યો છે.

Related posts

સુદાનમાં બ્રેડ માટે ખેલાયો લોહિયાળ સંઘર્ષ, ઠેર ઠેર લૂંટફાટ, ૧૯ લોકોના મોત

aapnugujarat

आईएलऐन्डएफएसके भारतीय कर्मचारी को बनाया गया बंधक

aapnugujarat

PM मोदी की US यात्रा के लिए भारत ने की एयरस्पेस खोलने की मांग : पाक मीडिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1