Aapnu Gujarat
મનોરંજન

કંગના લક્ષ્મીબાઇની ફિલ્મને લઇ ખુબ વ્યસ્ત

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના રાણાવત હાલમાં એકસાથે કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તેની પાસે કેટલાક પ્રોજેક્ટ છે જેમા સિમરન અને રાની લક્ષ્મીબાઇનો સમાવેશ થાય છે. હવે જાણવા મળ્યુ છે કે કંગના હાલમાં તેની મહત્વકાંક્ષી ફિલ્મ રાની લક્ષ્મીબાઇને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મમાં તે ટાઇટલ રોલ કરી રહી છે. કંગના રાણાવત આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આના માટે તે હોર્સ રાઇડિંગ પણ શીખી ચુકી છે. તે આ ફિલ્મને તેની કેરિયરની સૌથી મોટી અને મુશ્કેલ ફિલ્મ તરીકે ગણી રહી છે. આ ઉપરાંત કંગના હાલમાં સિમરન નામની ફિલ્મના શુટિંગમાં પણ વ્યસ્ત છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ગણાય છે. તેની પાસે તમામ મોટી ફિલ્મો છે. તેની ફિલ્મોમાં તેની ભૂમિકાની હમેંશા પ્રશંસા થતી રહી છે. તનુના સંબંધમાં વધારે જાણકારી મેળવી લેવા માટે ચાહકો આશાવાદી બનેલા છે. બીજી બાજુ સુપર સ્ટાર અભિનેત્રી કંગના હવે પોતાના ચાહકોને રોમાંચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મળેલી માહિતી મુજબ કંગના રાણાવત રાજકુમાર હિરાનીની સાથે પણ એક ફિલ્મમાં કામ કરવાની તૈયારીમાં છે. હિરાની લાંબા સમયથી કંગનાની સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા હતા. હવે હિરાનીની ફિલ્મમાં તે લીડ રોલ કરવા માટે જઇ રહી છે. તેની એક્ટિંગ કુશળતાની તમામ લોકોએ પહેલાથી જ નોંધ લીધી છે. રાજકુમાર હિરાની સંજય દત્ત પર આધારિત ફિલ્મન પૂર્ણ કરી લીધા બાદ વધુ વિગત જાહેર કરવામાં આવનાર છે. હાલમાં સસ્પન્સની સ્થિતી રહેલી છે.

Related posts

કર્ણાટકમાં સની લિયોનની ફિલ્મને લઇ વિરોધ

aapnugujarat

દીપવીર ફરી એક સાથે ચમકશે : રિપોર્ટ

aapnugujarat

मुझे नहीं लगता कि मैं अभी सफल हूं : दिशा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1