Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન મકાનની લિફ્ટ તૂટતાં ચારનાં મોત

ગ્રેટર નોઈડામાં એક ભયંકર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રેટર નોઈડાના બિસરખ કોતવાલી વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં લિફ્ટ તૂટી પડવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. ગૌર સિટી એક મૂર્તિ પાસે આ ઘટના બની હતી. આ લિફ્ટ ઘણી ઊંચાઈએથી નીચે પડી હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં ૪ લોકોના મોતના સમાચાર છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ લિફ્ટમાં કન્સ્ટ્રક્શન મટિરિયલ અને મજૂરો પણ હતા. આ ઘટનામાં મોત થયેલ કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અગાઉ પણ આ પ્રકારની એક ઘટના મહારાષ્ટ્રમાં બની હતી. થાણેમાં અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં લીફ્ટ તૂટી પડતા દુર્ધટના સર્જાય હતી. આ અકસ્માતમાં ૭ મજૂરોના મોત થયા હતા. બાંધકામના કામમાં લાગેલા મજૂરો પોતાનું કામ પૂરું કરીને લિફ્ટમાંથી પાછા નીચે આવી રહ્યા હતા. દરમિયાન લિફ્ટ ૧૬મા માળની નજીક આવી ત્યારે તેનો વાયર તૂટી ગયો હતો અને સાત કામદારો નીચે પડ્યા હતા. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Related posts

ISRO ने ‘कार्टोसैट-3’ लॉन्च किया

aapnugujarat

વડાપ્રધાન મોદી અને નાણાંમંત્રી અર્થશાસ્ત્ર જાણતા નથી : SWAMI

editor

गोरखपुर हादसे में डॉक्टर मसीहा बना : ऑक्सिजन सिलिन्डर के लिए रातभर इंतजाम किए

aapnugujarat
UA-96247877-1