Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક.ની જીતની ઉજવણી કરનાર લોકો ત્યાં જતા રહે : લધુમતી પેનલ ચીફ હસન રિઝવી

ચેમ્પિયનશીપ ટ્રોફીમાં પાકિસ્તાનની જીતનો જશ્ન ભારતમાં પણ કેટલાંક લોકો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રકારની હરકતોને રોકવા પોલીસ દ્વારા કેટલાંક લોકની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાન પોલીસે વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ દેશમાં પાકિસ્તાન સમર્થકોની સંખ્યા વધતા નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ચેરમેન જી. હસન રિઝવીએ કહ્યું ’ભારતના લોકો જેનું દિલ અને આત્મા પાકિસ્તાન સાથે છે તેઓએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. યોગ્ય છે કે આવા લોકોને ત્યાં મોકલી દેવા જોઈએ.’ આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવેલા ૧૫ લોકો પરથી દેશદ્રોહનો કેસ હટાવી દેવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ બિકાનેરના સુભાષપુરામાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ તમામ લોકો રવિવારનાં રોજ મેચ બાદ ડ્રમ વગાડી રહ્યાં હતા તેમજ પાકિસ્તાન ઝીંદાબાદના નારાઓ પોકારી રહ્યાં હતા.આ પાંચયે યુવકોની ધરપકડ કરી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.હિંદુ જાગરણ મંચ સહિતના સંગઠનોએ જિલ્લા કલેકટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન આપી આ તમામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે.આ પહેલાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરતાં ત્રણ રાજ્યોમાંથી ત્રણ ડઝન જેટલાં લોકને પકડવામાં આવ્યાં છે જેમાં ત્રણ સગીર વયના પણ છે.હાલમાં જ મધ્યપ્રદેશના બુરહાનપુરામાંથી ૧૫ લોકોની ધરપકડ કરાઈ હતી. આ લોકો પર આરોપ છે કે તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીત બાદ ફટાકડાં ફોડ્યા હતા તેમજ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારો કર્યા હતા. બુરહાનપુરામાંથી પકડાયેલાં તમામ લોકો વિરૂદ્ધ પોલીસે દેશદ્રોહનો આરોપ રદ કરીને ધાર્મિક ભાવના ભડકાવવાનો ગુનો દાખલ કર્યો છે.તો કેરળના કાસારાગોડ જિલ્લામાંથી પાકિસ્તાનને સમર્થન કરનારા ૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ યુવાનો વિરૂદ્ધ અલગ અલગ ધારાઓ મુજબ કેસ કરવામાં આવ્યા છે જેમાં ઉત્તેજના ફેલાવવી અને હિંસા કરવી જેવા આરોપ છે.ભાજપના સ્થાનિક નેતાએ આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવે તેવી માગ કરી છે.ઉત્તરાખંડના મસૂરીમાંથી મંગળવારે પણ ત્રણ સગીર વયના મુસ્લિમ બાળકોની પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરવાના આરોપસર ધરપકડ કરાઈ છે.સગીર વયના આ ત્રણેય આરોપીઓને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જયાં કોર્ટે ત્રણેય સુધારક કેન્દ્રમાં મોકલવાના આદેશ આપ્યાં છે.નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ચેરમેન જી. હસન રિઝવી મંગળવારનાં રોજ ઉત્તરપ્રદેશના મેરઠમાં હતા.આ દરમિયાન તેઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીત બાદ દેશભરમાં કેટલાંક લોકો જશ્ન મનાવવામાં આવે છે તેવા સવાલો કરવામાં આવ્યા હતા.ઈફતાર પાર્ટીમાં સામેલ થવા આવેલા એનસીએમના ચેરમેને જણાવ્યું કે,’ કેટલાંક ભારતીય લોકો પાકિસ્તાન સાથે સંપર્ક રાખે છે અને તેની જીતને ઈદ પહેલાં ઈદ હોવાનું કહે છે. તો આવા લોકો માટે મારે કહેવું છે કે જે ભારતના લોકો જેનું દિલ અને આત્મા પાકિસ્તાન સાથે છે તેઓએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.

Related posts

મે મહિનામાં ૧૩ દિવસ બેંકો રહેશે બંધ

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા માટેના ૧૦ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

editor

કોઈ મને નુકસાન સમજાવે તો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર છું : પીએમ મોદી

editor

Leave a Comment

UA-96247877-1