Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની સરકારી હોસ્પિટલ મહારાજા યશવંતરાયમાં ઓક્સિજન બંધ થતાં ૯નાં મોતનાં હેવાલથી હોબાળો

મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજા યથવંતરાય (એમવાય)માં ગુરુવારે ૪ નવજાત સહિત ૯ લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે તમામના મોત ઓક્સિજન સપ્લાઈ બંધ થવાથી થયા છે.  ઘટના સ્થળ પર પહોંચેલા કમિશ્નર સંજય દુબેએ કહ્યું, ‘હોસ્પિટલમાં ૮ લોકોનાં મોત થયા છે. તેનું કારણ ઓક્સિજન બંધ થવો નહીં પરંતુ ગંભીર બીમારી છે. ઉપરાંત મૃતકોમાં કોઈ બાળકનો સમાવેશ થતો નથી. તેમણે આ મામલાની તપાસ કરવાની વાત પણ કરી.ગુરુવારે સવારે એક અખબારે ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં બુધવારે અને ગુરુવાર દરમિયાન રાતે ઓક્સિજન બંધ થવાથી ૪ નવજાત સહિત ૯ લોકોના મોતનો અહેવાલ છાપ્યો હતો. જેમાં આઈસીયુમાં ભરતી ચાર નવજાતના મરવાની વાત કહેવામાં આવી હતી. ઘટના રાતે ત્રણથી પાંચ વાગ્યાના જણાવવામાં આવી રહી છે.જે બાદ હોસ્પિટલ સહિત સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો.
ઈન્દોર કમિશ્રર સંજય દુબે ગુરુવારે એમવાય પહોંચ્યા અને તમામ વાડ્‌ર્સનું નિરીક્ષણ કર્યું.હોસ્પિટલનો રેકોર્ડ ચેક કર્યા બાદ મીડિયા સાથે ચર્ચામાં દુબેએ કહ્યું કે, હોસ્પિટલમાં ૮ લોકોનાં મોત થયા છે. પરંતુ તેમંથી કોઇપણ નવજાત નથી.દુબેએ કહ્યું, ‘ગુરુવારે આઈસીયુમાં ૫ લોકોનાં મોત થયા. સામાન્ય દિવસોમા અહીંયા દરરોજ ચારથી છ લોકોનાં મોત થાય છે. ગુરુવારે જે લોકોના મોતના અહેવાલ સામે આવ્યા તેઓ ગંભીર રીતે બીમાર હતા. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ બે ત્રણ લોકોનાં મોત થયા છે.કોઈપણ મોત ઓક્સિજન બંધ થવાના કારણે થયું નથી. હોસ્પિટલના ૩૫૦ બેડ્‌સ પર સેન્ટ્રલાઇઝ ઓક્સિજનનો સપ્લાઇ થાય છે.
આ સ્થિતિમાં પાંચ કે સાત બેડ પર ઓક્સિજનનું પ્રેશર ઓછું થવું શક્ય નથી. જો પ્રેશર ઓછું હોત તો તમામ જગ્યાએ તેની અસર થતી. પરંતુ તેમ છતાં અમે આ મુદ્દાની તપાસ કરાવીશું. આ માટે એક કમિટી બનાવવામાં આવશે, જેમાં ડોક્ટરોની સાથે ઓફિસર પણ સામેલ થશે.

Related posts

જજ લોયા કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઇએ : સુપ્રીમ કોર્ટનો મત

aapnugujarat

लॉन्च व्हीकल में तकनीकी खराबी के चलते थमा मिशन मून

aapnugujarat

देश में कोरोना का कहर जारी : 24 घंटे में मिले 47,905 नए संक्रमित

editor

Leave a Comment

UA-96247877-1