Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગેંગરેપ બાદ પોલીસ પાસે પહોંચી મહિલા, પોલીસે કહ્યું- ‘પહેલા ઈચ્છા પુરી કરો’

૩૭ વર્ષીય મહિલા તેની સાથે થયેલા રેપની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ત્યાં હાજર ઈન્વેસ્ટિગેશન ઓફિસરે તેની મદદ કરવાના બદલે સેક્સની માંગ કરી હતી. મહિલા પર ચાલુ વર્ષની શરૂઆતમાં બે લોકોએ રેપ કર્યો હતો. જેની ફરિયાદ કરવા તે રામપુરના ગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને કહ્યું કે, તેના પર દુષ્કર્મ કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મારા જીવને પણ ખતરો છે. મહિલાએ આરોપીઓની ધરપકડ કરવા કહ્યું હતું. પરંતુ ઓફિસરે આરોપીઓ સામે કાર્યવાહી કરવાના બદલે મહિલાને તેમની સાથે સેક્સ કરવા કહ્યું હતું.મહિલાએ તેની માંગ સ્વીકારવાની ના પાડી ત્યારે પોલીસે વધુ એક ઝટકો આપ્યો. સબ ઈન્સ્પેક્ટર જય પ્રકાશ સિંહે મામલામાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી દીધો. નિઃસહાય મહિલાએ ફરી એક વખત ઓફિસરો પાસે મદદ માંગી, પરંતુ આ વખતે તેણે વાત રેકોર્ડ કરી લીધી. આ પુરાવા સાથે મહિલા એસપી પાસે ગઈ, જે બાદ તેમણે ઈન્વેસ્ટિગેશન ઓફિસર સામે તપાસના આદેશ આપ્યા છે. એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ સુધા સિંહે કહ્યું કે, ગંજ પોલીસ સ્ટેશન ઓફિસરના આ મામલાની તપાસ કરી રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.પોલીસના કહેવા મુજબ ૧૨ ફેબ્રુઆરીથી રાતે મહિલા સાથે બે લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાંથી એક તેનો પરિચિત હતો. મહિલા તેના સંબંધીને ત્યાંથી રામપુર સિટી પરત ફરતી હતી ત્યારે આ બંનેએ તેને લિફ્ટ આપી હતી. મહિલાને ઘરે ઉતારી ત્યારે તે એકલી હોવાનું જાણી બંદૂકની અણીએ તેના પર રેપ કર્યો હતો.પોલીસે આ મુદ્દે એફઆઈઆર દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ મહિલાએ સ્થાનિક કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને એક સપ્તાહ પછી આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નોંધાવ્યું છે.રેપ પીડિતાએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મેં જ્યારે પણ સબ ઈન્સ્પેક્ટર જય પ્રકાશ સિંહને આરોપીઓની ધરપકડ કરવાનું કહ્યું ત્યારે તેમણે મારી સમક્ષ સેક્સ કરવાની માંગ રાખી. તેમને મને ફોન કરીને તેના ઘરે આવવાનું પણ કહ્યું. જ્યારે મેં આમ કરવાની ના પાડી ત્યારે તેણે આ મુદ્દે ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધી.

મહિલાએ વધુમાં જણાવ્યું કે, તેણે રેપ અંગે કેટલાંક આપત્તિજનક સવાલ કર્યા. જે બાદ તેમણે મને કહ્યું, તું મારી ઈચ્છા પૂરી કરીશ ત્યારે જ તારા ગુનેગારો પકડાશે. જ્યારે મારાથી આ સહન થયું ત્યારે મેં ચોરીછુપીથી તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી અને સીડી બનાવી એસપીને સોંપી દીધી.

Related posts

ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે નવા ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરન્ટ ગણાવ્યા

editor

Petrol 64 पैसे और डीजल 59 पैसे महंगा हुआ

editor

વર્ષ ૨૦૨૧માં પહેલીવાર જનગણના માટે મોબાઇલ એપનો ઉપયોગ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1