Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વર્ષે પણ નહીં આપે ઇફતાર પાર્ટી!

કોંગ્રેસ પાર્ટી કે તેના અધ્યક્ષ સોનિયા ગાંધી લગાતાર બીજા વર્ષે પણ કોઈ ઇફતાર પાર્ટીનું આયોજન નહિ કરે. કોંગ્રેસ સુત્રો અનુસાર, ગયા વર્ષની જેમ ઈદના અવસર પર ઇફતાર પાર્ટી બદલે ગરીબો વચ્ચે રાશન વિતરણ કરવામાં આવશે. જો કે, ૨૦૧૬ થી જ કોંગ્રેસે ઇફતાર પાર્ટી નહિ આપવાનો નિર્ણય કર્યો. ૨૦૧૪ માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી તરફથી ૨૦૧૪ અને ૨૦૧૫ માં ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં આ મહિને થનાર ઇફતારના આયોજનને કોઈ કારણ જણાવ્યા વગર જ રદ્દ કરવામાં આવ્યો છે.
૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં મળેલ કરારી હાર બાદ કોંગ્રેસની હારના કારણો જાણવા માટે એ કે એન્ટોની કમિટીની રચના કરવામાં આવી હતી. એન્ટોની કમિટીએ પોતાના રીપોર્ટમાં હારના એક કારણના આધાર પર કહ્યું હતું કે, મુસ્લિમ તુષ્ટિકરણની છબીના કારણે ઘણા બધા મતદાતા નારાજ થયા છે જેનું નુકસાન પાર્ટીએ ઉઠાવવું પડ્યું.
જો કે, એન્ટોની કમિટીના રીપોર્ટ બાદ કોંગ્રેસે ૨૦૧૪ અને ૨૦૧૫ માં લોકસભા ચૂંટણી બાદ પણ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું છે. પરંતુ લોકસભા ચૂંટણી બાદ પણ કોંગ્રેસને એક પછી એક વિધાનસભા ચૂંટણીમાં હાર મળતી રહી છે. કદાચ ત્યારબાદ પાર્ટીને અહેસાસ થયો કે, મુસ્લિમ તુષ્ટિકરણની છબી તોડવા માટે કેટલાક પ્રતીકાત્મક સંકેતો અને સંદેશો સાથે સબંધ તોડવો પડશે. શું ઇફતાર પાર્ટીનું આયોજન નહિ કરવું આ છબીને તોડવાનો હિસ્સો છે. મુસ્લિમ તુષ્ટિકરણનું સૌથી મોટી સાઈડ ઈફેક્ટ પાર્ટી માટે એ થઇ કે, કોંગ્રેસની છબી હિંદુ વિરોધી બની ગઈ છે. જો કે, યુપીએ શાસન દરમિયાન દર વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ દશહરાના અવસર પર રાવણ દહન કાર્યક્રમમાં સામેલ થતા હતા. પરંતુ આવા કાર્યક્રમો તરફથી હિંદુઓને લઈને પ્રતીકાત્મક સંદેશ આપવાના પ્રયત્નો કરવામાં નથી આવ્યા.

Related posts

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ખેડૂતો માટે અનેક યોજના ટૂંકમાં જાહેર

aapnugujarat

आघाडी सरकार का फैसला, देवेंद्र फडणवीस-राज ठाकरे समेत कई नेताओं की सुरक्षा घटाई

editor

संस्थाओं को नष्ट करने में जुटी हैं बीजेपी सरकार : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1