Aapnu Gujarat
બિઝનેસ

હવે ક્રૂડ ઓઇલ આયાતને ૧૦ ટકા સુધી ઘટાડવા માટે તૈયારી

ભારતની સરકારી તેલ ઉત્પાદન કંપની ઓએનજીસીએ ભારતમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનને ચાર મિલિયન ટન સુધી વધારવા માટે બ્લુફિલ્મ તૈયાર કરી લીધી છે. આ ઉપરાંત કંપનીએ નેચરલ ગેસના ઉત્પાદનને ૨૦૨૦ સુધી બે ગણુ કરવા માટે પણ તૈયારી કરી છે. ઓએનજીસીના ચેરમેન શશી શંકરે કહ્યું છે કે, કંપની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી નક્કી કરવા આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ક્રૂડની આયાતમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવા મોદીએ યોજના તૈયાર કરી છે જેના ઉપર કામ ચાલી રહ્યું છે. સરકારના નિયંત્રણવાળી કંપની ૨૦૧૭-૧૮માં ક્રૂડ ઓઇલના ઉત્પાદનને ૨૨.૬ મિલિયન ટન સુધી કરવાના પ્રયાસમાં છે અને ૨૦૨૧-૨૨ સુધી આ ટાર્ગેટ ૨૬.૪૨ મિલિયન સુધી લઇ જવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું છે કે, મોદીએ ૨૦૨૨ સુધી દેશમાં ક્રૂડ ઓઇલની આયાતમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવા માટે જે વાત કરી છે તે ટાર્ગેટને પહોંચી વળવા માટે રુપરેખા તૈયાર કરવામાં આવી ચુકી છે. આના ભાગરુપે અમે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ચાર મિલિયન ટન સુધી વધારો કરવા જઇ રહ્યા છે. ગેસના ઉત્પાદનને ૨૦ મિલિટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરથી વધારીને ૧૧૦ ક્યુબિક મીટર સુધી લઇ જવાનો નિર્ણય કરી ચુક્યા છે. દેશની સૌથી મોટી તેલ અને ગેસ કંપનીએ મોદીની જાહેરાતના બે વર્ષ બાદ આયાતને ઘટાડી દેવા માટે રુપરેખા તૈયાર કરી છે. ૨૦૧૩-૧૪માં ભારત ૭૭ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરતું હતું. મોદી ૨૦૨૨ સુધી આને ૧૦ ટકા સુધી ઘટાડી દેવા માટે લક્ષ્ય નક્કી કરી ચુક્યા છે. ૨૦૦૫-૦૬-૨૦૧૫-૧૬ સુધી ભારતના ક્રૂડ ઓઇલના આયાત પર એક ટ્રિલિયન અમેરિકી ડોલરનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.

Related posts

जेट एयरवेज की फ्लाइट में ४.८ लाख डॉलर्स के साथ एयर होस्टेस को पकड़़ा गया

aapnugujarat

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

aapnugujarat

સેન્સેક્સ ૧૯૨ પોઈન્ટ સુધર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1