Aapnu Gujarat
બિઝનેસ

ભારતીયો માટે ટૂંકમાં જ રોજગારીનો વરસાદ થશે

આવનાર દિવસોમા ંભારતમાં મોટાપાયે રોજગારીનો વરસાદ થનાર છે. એકબાજુ ભારત અને જાપાન વચ્ચે હાલમાં જ થયેલી સમજૂતિ મુજબ ત્રણ લાખ ભારતીયોને ઓન જોબ ટ્રેનિંગ માટે જાપાન જવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત વર્લ્ડ બેંકની મદદથી ૬૬૫૫ કરોડ રૂપિયાની બે સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમને પણ સરકાર મંજુરી આપી ચુકી છે. આ ગાળા દરમિયાન સુરેશ પ્રભુના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ સ્વિડનમાં મૂડીરોકાણ અને ભારતીય વર્કરો માટે સ્કીલ ડેવલપમેન્ટની ખાસ શોધ હાથ ધરી છે. ગયા મહિનામાં લિંક્ડ ઇન દ્વારા આઈએલ એન્ડ એફએસ સ્કીલની સાથે મળીને એક એવા પ્લેટફોર્મ તૈયાર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના કારણે ભારતમાં રોજગારીની વ્યાપક તકો સર્જાશે. ભારતીય વર્કરોની ક્ષમતામાં સુધારો થશે. નેટવર્ક મજબૂત બનશે. આ અગાઉ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલે ગુગલની સાથે મળીને ભારત એપ ડેવલોપરોને ટ્રેનિંગ આપવા માટે એક સમજૂતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત હિમાચલ પ્રદેશથી લઇને ઓરિસ્સા સુધી સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ડીએ કિન યુનિવર્સિટી અને અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પણ સ્કીલ કાર્યક્રમોને લઇને સહાયતા લેવામાં આવી રહી છે. અમેરિકા અને કેનેડાની કોમ્યુનિટિ કોલોજેથી પણ ભારતમાં વોકેશનલ ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા ઉપર કામ ચાલી રહ્યું છે. ભારત હાલમાં જોબ ક્રાઇસીસને લઇને ટિકા ટિપ્પણી હેઠળ છે. બેરોજગારીને લઇને વિરોધ પક્ષો સહિત ટિકાકારો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ૪૭ કરોડના વર્કફોર્સ ધરાવનાર વસતી ભારતમાં રોજગારીની પુરતી તકો ઉભી થઇ રહી નથી. કેન્દ્ર સરકાર પણ દેશની અંદર આ પ્રકારના પડકારને પહોંચી મળવા માટે સક્રિય દેખાઈ રહી છે. વિદેશોમાંથી પણ મદદ લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હજુ સુધીની કામગીરી રાજદ્વારી મોરચે ખુબ શાનદાર રહી છે જેના પરિણામ સ્વરુપે જાપાન, સિંગાપોર, કેનેડા સહિતના દેશો રોજગારીના મામલે પણ ભારતને મદદ કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. વિદેશી દેશો સાથે દ્વિપક્ષીય સંબંધ, કારોબાર અને સંરક્ષણ સંબંધ વધુ મજબૂત થયા છે. આ ઉપરાંત ભારતીય વર્કરોને નોકરી શોધવાની કામગીરીમાં જુદા જુદા સૂચનો થઇ રહ્યા છે. સિંગાપોરની આઈટીઈ એજ્યુકેશન સર્વિસે ૨૦૧૨માં દિલ્હીમાં વર્લ્ડક્લાસ સ્કીલ સેન્ટરની શરૂઆત કરી હતી. આનુ વિસ્તરણ હવે આસામ અને જયપુર સુધી થયું છે. જુદા જુદા દેશોની કંપનીઓ, યુનિવર્સિટી અને વેપાર પ્રતિનિધિમંડળની સાથે એમઓયુ અને સમજૂતિઓ મોટાપાયે કરવામાં આવી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ઔદ્યોગિક સંગઠનો સાથે સંબંધો મજબૂત થયા છે. ગ્લોબલ જોબ માર્કેટમાં ભારતીયો માટે રોજગારીને લઇને શક્યતા ચકાસવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકની મદદ પણ લેવાઈ રહી છે.

Related posts

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

ઓફિસ ભાડાંની વૃદ્ધિની યાદીમાં ભારતના ત્રણ શહેર

aapnugujarat

દેશમાં ૨૦૨૨ સુધીમાં કરોડો સ્માર્ટફોન યુઝર્સ,ઓટીટી વીડિયો બજારમાં થશે વૃદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1