Aapnu Gujarat
બિઝનેસ

PF ખાતામાં ઇટીએફ યુનિટ ક્રેડિટ કરવા સક્રિય વિચારણા

રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓ દ્વારા પીએફ ખાતાઓમાં ઇટીએફ લિમિટ ક્રેડિટ કરવાને લઇને ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્વમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની મહત્વપૂર્ણ બેઠક નવેમ્બર મહિનામાં મળનાર છે જેમાં ઇપીએફઓની નિર્ણય લેનાર સંસ્થા દ્વારા દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, મેમ્બરોના ખાતામાં ઇટીએફ ઇન્વેસ્ટર ક્રેડિટ કરવાની દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે. અધિકારીએ કહ્યું છે કે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સીબીટીની બેઠકના એજન્ડા ઉપર આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ને આ મામલો હાલમાં સોપવામાં આવ્યો છે. આ અધિકારીે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છ ેકે, કેગે પણ સૈદ્ધાંતિકરીતે આ દરખાસ્ત ઉપર તૈયારી દર્શાવી છે પરંતુ વધુ સ્પષ્ટીકરણની માંગ કરી છે. વર્તમાન નાણાંકીય વર્ષના અંત સુધી અંદાજ મુજબ ઇટીએફમાં ઇપીએફઓ રોકાણનો આંકડો ૪૫૦૦૦ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. ઓગસ્ટ ૨૦૧૫માં ઇપીએફઓ દ્વારા એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં રોકાણ કરવાની શરૂઆત કરી હતી. શેર સંબંધિત પ્રોડક્ટમાં રોકાણ કરવા લાયક રકમ પૈકી પાંચ ટકા રોકાણ સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન નાણાંકીય વર્ષ માટે આ મર્યાદાને વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવી હતી. એક વખતે મંજુરી મળી ગયા બાદ ઇટીએફ યુનિટના સ્વરુપમાં ગ્રાહકોના શેર તેમના ખાતાઓમાં ક્રેડિટ થશે. ઇટીએફ એક પ્રકારની સિક્યુરિટી તરીકે છે જે કોમોડિટી ઇન્ડેક્સ ઉપર આધારિત રહે છે. ઇપીએફઓ પાસે હાલ પાંચ કરોડ કસ્ટમરો છે અને ૧૦ લાખ કરોડથી વધુના ફંડને મેનેજ કરવાની જવાબદારી સંભાળે છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૬૩,૪૪૪ કરોડ વધી

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટમાં ૧૦૦૦૦ કરોડથી વધુનું મૂડીરોકાણ થયું

aapnugujarat

डिमांड ड्राफ्ट पर अब खऱीदने वाले के नाम का भी जिक्र होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1