Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા ડેબ્ટમાં ૧૦૦૦૦ કરોડથી વધુનું મૂડીરોકાણ થયું

વિદેશી રોકાણકારોએ આ મહિનામાં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ભારે વિશ્વાસ રાખીને ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમ ઠાલવી દીધી છે. ચાવીરૂપ વ્યાજદરમાં આરબીઆઇ દ્વારા ઘટાડો કરવામાં આવ્યા બાદ જંગી નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. જો કે હાઇર સ્ટોક વેલ્યુએશનના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા આ ગાળા દરમિયાન ઇક્વટીમાંથી ૨૦૦૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પહેલી ઓગષ્ટથી ૧૨મી ઓગષ્ટ વચ્ચેના ગાળામાં એફપીઆઉ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧૦૪૧૯ કરોડ અથવા તો ૧.૬ અબજ ડોલર ઠાલવ્યા છે. નવેસરના પ્રવાહની સાથે જ ડેબ્ટ માર્કેટમાં કુલ મુડીરોકાણનો આંકડો આ વર્ષે ૧.૨૪ લાખ કરોડનો અથવા તો ૧૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. રૂપિયો-ડોલર સમીકરણ સ્થિર રહેતા ભારતીય ડેબ્ટ માર્કેટમાં વધારે રકમ વિદેશી રોકાણકારો ઠાલવી રહ્યા છે. ફેબ્રુઆીરીથી જુલાઇ ૨૦૧૭ વચ્ચેના છેલ્લા છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૧.૧૬ લાખ કરોડ સુધી રહ્યો છે. તે પહલા ૨૩૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજી ઓગષ્ટના દિવસે આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેમિપલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Related posts

એપલનું પસંદગીનું ઉત્પાદન કેન્દ્ર ભારત બનતા ચીનને ફટકો

aapnugujarat

હવે માત્ર ૮૯૯માં વિમાની યાત્રાની ઇન્ડિગોની ઓફર

aapnugujarat

ત્રણ દિવસમાં IPOનું લિસ્ટિંગ થઈ જશે, સેબીએ FPIના નિયમો કડક બનાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1